Post Officeની કઇ સ્કીમમાં કેટલું રાખવું પડશે મિનિમમ બેલેન્સ? જાણો વિગત…

નવી દિલ્હી: દેશનો પોસ્ટ વિભાગ પણ ગ્રાહકોને ઘણી એવી રોકાણ યોજનાઓ ઉપલબ્ધ કરાવે છે. પોસ્ટ વિભાગ દ્વારા નવ જેટલી રોકાણ યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. બેન્કની જેમ પોસ્ટ ઓફિસની યોજનાઓમાં પણ મિનિમમ બેલેન્સની જોગવાઇ લાગુ પડે છે.

આ અંગેના નિયમો અને શરતો પોસ્ટ ઓફિસની તમામ રોકાણ યોજનાઓ પર લાગુ પડે છે. ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ અનુસાર દરેક યોજના અનુસાર મિનિમમ બેલેન્સની અનિવાર્યતા લાગુ પડે છે.

પોસ્ટ ઓફિસમાં જે યોજનાઓ અમલમાં છે તેમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, પાંચ વર્ષીય પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ (આરડી), પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ (ટીડી), પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ એકાઉન્ટ (એમઆઇએસ), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (એનએસસી), કિસાન વિકાસપત્ર અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટનો સમાવેશ થાય છે.

કઇ સ્કીમમાં કેટલું મિનિમમ બેલેન્સ?
– સેવિંગ્સ બેન્ક (ચેક એકાઉન્ટ): રૂ.પ૦૦
– સેવિંગ્સ બેન્ક (ચેક વગર): રૂ.પ૦
– એમઆઇએસ : રૂ.૧પ૦૦
– ટર્મ ડિપોઝિટ : રૂ.ર૦૦
– પીપીએફ : રૂ.પ૦૦
– સિનિયર સિટીઝન સેવિંગ્સ ‌સ્કીમઃ રૂ.૧,૦૦૦

ડેઇલી વિડ્રોઅલ લિમિટ
– ડેઇલી એટીએમ કેશ વિડ્રોઅલ લિમિટઃ રૂ.રપ,૦૦૦
– પ્રતિ ટ્રાન્ઝેકશન કેશ વિડ્રોઅલ લિમિટઃ રૂ.૧૦,૦૦૦
– કોઇ પણ જાતના ચાર્જ વગર દિવસના પાંચ ટ્રાન્ઝેકશન કરી શકાય.
– અન્ય બેન્કોના એટીએમમાંથી વિનામૂલ્યે ઉપાડઃ મેટ્રો શહેરમાં ત્રણ અને નોન મેટ્રોમાં પાંચ સુધી
– ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ.ર૦ અને જીએસટી

You might also like