OMG! બિઝનેસમેન મુકેશ અંબાણી ઘરના કચરાનો કરે છે આવો ઉપયોગ

મુકેશ અંબાણી હાલમાં જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ જાહેર થયા છે. 27 માળના ઘમાં ‘મુકેશ અંબાણી’ તેમના પરિવાર સાથે રહે છે. ‘એન્ટીલિયા’ માં 600 નોકર કામ કરે છે. જે આ ઘરની સાફ સફાઇથી લઇને દરેક નાની મોટી ચીજનું ધ્યાન રાખે છે. અંબાણીના આ ઘરમાં ઘણો બધો કચરો પણ પેદા થાય છે પરંતુ એને ફેંકવામાં આવતો નથી. તો ચલો જાણીએ કે આ કચરાનું મુકેશ અંબાણી શું કરે છે.

એન્ટિલિયામાં ભેગા થતા કચરાનો જે ઉપયોગ કરવામાં આવે છે, એ ખરખર વખાણવા લાયક છે. એનડીટીવીની ખબરો અનુસાર, આ ઘરના કચરા દ્વારા મુકેશ અંબાણી વીજળી ઉત્પન્ન કરે છે. ખાસ સિસ્ટમથી થાય છે કામ કચરામાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે, એનો જ ઉપયોગ ઘરમાં કરવામાં આવે છે. અહીં એક ખાસ સિસ્ટમથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ માટે પહેલા ભીનો અને કોરો કચરો અલગ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે.

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના ઘરનું નામ એન્ટિલિયા એટલાન્ટિક મહાસાગરના એક મિથકીય દ્વીપ પરથી રાખવામાં આવ્યું છે. 4 લાખ સ્ક્વેર ફુટમાં ફેલાયેલા આ ઘરમાં 27 માળમાંથી પહેલા 7 માળ પર તો પાર્કિંગ છે. આ ઘરમાં સ્પા, બૉલરૂમ, 3 સ્વિમિંગ પૂલ, યોગા અને ડાન્સ સ્ટૂડિયો પણ છે. આ ઉપરાંત ઘરમાં એક પ્રાઇવેટ થિયેટર પણ છે, જેમાં 50 લોકો એક સાથે ફિલ્મ જોઇ શકે છે. આ ઘરમાં એવા છોડ મુકવામાં આવ્યા છે, જેથી ઘરનું તાપમાન સામાન્ય રહે. એન્ટિલિયાની છત પર ત્રણ હેલિપેડ છે અને મુકેશ અંબાણી ઓફિસ આવવા-જવા માટે હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરે છે.

You might also like