જાણો કેવી રીતે નક્કી થાય છે કે બાળક સીઝેરિયનથી જન્મ્શે

એક મેડિકલ રિસર્ચ પ્રમાણે સીઝેરિયન ઓપરેશનની મદદથી જન્મતા બાળકને કારણે માનવજાતિના વિકાસ પર અસર પડે છે. ભારતમાં પણ મોટા પાયે સીઝેરિયન ઓપરેશન હવે થઈ રહ્યા છે અને પાછલા એક દાયકામાં આ પોતાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ પ્રમાણે 210 સુધી ભારતમાં માત્ર સાડા આઠ ટકા બાળકો સીઝેરિયન ઓપરેશનથી થાય છે. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ધોરણ 10-15 ટકાથી ઓછું જ હતું, પરંતુ આઈસીએમઆર સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના આંકડાઓ પ્રમાણે પાછલા એક દાયકામાં સીઝેરિયન ઓપરેસનના મામલામાં ભારત આનાથી ઘણું આગળું પહોંચી ગયું છે.

બાળક પેદા કરવા માટે સીઝેરિયન ઓપરેશનની જરૂર ત્યારે પડે છે જ્યારે માતાના કૂલાનો આકાર નાનો હોય છે અને તેના કારણે માતા અને બાળકની જિંદગી પર જોખમ તોળાતું હોય છે.

આવી મહિલાઓમાં સામાન્ય રીતે બાળક પેદા કરવાથી માતાના જિન્સ આગળની પેઢીમાં નથી જતા. સીજેરિયન ઓપરેશનની મદદથી એવી માતાના બાળકને જન્મ આપવાથી એ જીન્સ સહેલાઈથી બાળકની આગલી પેઢી સુધી ચાલ્યા જાય છે. પરંતુ આ સિવાય પણ કોઈ કારણ હોઈ શકે જેના માટે સીઝેરિયન ઓપરેશન કરવું પડી શકે.

You might also like