Categories: India

What a Match! ભારતીય ટીમ પર ખરેખર ગર્વ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: T-20 ક્રિકેટ વર્લ્ડકપ જંગ દરમ્યાન મોહાલી ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં રવિવારે રાત્રે ભારતને હાંસલ થયેલા વિજયની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારોભાર પ્રશંસા કરી છે.
મેચમાં છ વિકેટે ભારતના વિજય બાદ વડા પ્રધાન મોદીએ ‌િટ્વટ કરીને જણાવ્યું હતું કે, “શું મેચ હતી… ભારતીય ટીમ પર ખરેખર ગર્વ છે… ખૂબ જ સારી ઈનિંગ વિરાટ કોહલી અને મિસાલરૂપ યોગ્ય નેતૃત્વ એમ.એસ. ધોની..” રવિવારે આ રોમાંચક મેચમાં વિજય મેળવીને ભારતે હવે સે‌િમફાઇનલ જંગમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
આ અગાઉ રવિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ ખરેખર સારું રમી રહી છે, સાથે જ તેમણે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમને શુભકામનાઓ પાઠવી હતી.
દેશમાં ફૂટબોલનો માહોલ ઊભો કરોઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ફૂટબોલના આધારભૂત માળખાનો વિકાસ કરવા અને આ રમતને ગામેગામ, ગલી-ગલી સુધી પહોંચાડવા માટે સરકારના પ્રયાસોની વાત કરી હતી. પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત આગામી વર્ષે ફીફા અંડર-૧૭ વર્લ્ડકપ ફૂટબોલની ટૂર્નામેન્ટ હોસ્ટ કરશે.
આકાશવાણી પર પ્રસા‌િરત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં મોદીએ ખેદ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા કેટલાક દાયકાથી ભારતનું ફીફા ફૂટબોલ રે‌િન્કંગ નીચું ગયું છે. જ્યારે ૧૯પ૧, ૧૯૬રના એશિયાઇ રમતોત્સવમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ૧૯પ૬ના ઓ‌િલ‌િમ્પક રમતોત્સવમાં ભારત ૪થા ક્રમે રહ્યું હતું.
સચીન તેંડુલકર પણ ફીદા…
ઓસ્ટ્રેલિયા સામે ભારતના વિજય પર માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર પણ વિરાટ કોહલીની બેટિંગ પર ફીદા થઇ ગયો હતો. સચીને ‌િટ્વટ કરીને જણાવ્યું હતું કે, “વાહ! વિરાટ કોહલી, ખરેખર સ્પેશિયલ અને શાનદાર જીત, તમે ચોમેરથી લડત આપી.”

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

2 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

3 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

4 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

6 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

6 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

7 hours ago