Video: મુકુલ-સોગત સહિત તૃણમૂલના ૧૨ મોટા નેતા સ્ટિંગમાં ફસાયા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓના ૨૦ દિવસ પહેલાં તૃણમૂલ કોંગ્રેસના ૧૨ નાના-મોટા નેતાઓ એક સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા છે. આક્ષેપ છે કે આ નેતાઓએ ચેન્નઈની એક કંપની પાસેથી ચાર લાખથી લઈને ૫૦ લાખ સુધીની રોકડ લીધી છે. કંપનીએ બંગાળમાં બિઝનેસ સેટ કરવાની અવેજીમાં આ પેમેન્ટ કર્યું હતું. સ્ટિંગને તૃણમૂલે એક કાવતરું ગણાવ્યું છે.

કેમેરામાં તૃણમૂલના પ્રધાન સાંસદ અને એમએલએ પૈસા લેતા દેખાઈ રહ્યા છે. દાવો છે કે આ ટેપ છેલ્લાં બે વર્ષ દરમિયાન શૂટ કરાઈ છે. તૃણમૂલના નેતા ‘ઈંપેક્સ કન્સલ્ટન્સી’ નામની કંપનીનો બિઝનેસ બંગાળમાં સેટ કરવાની વાત કરી રહ્યા છે. આક્ષેપ છે કે કંપની માટે લોબિંગ કરવાના બદલે કેશ લઈ રહ્યા છે.

આ સ્ટિંગ સામે બહાર આવ્યા બાદ તૃણમૂલ સરકાર પર દબાણ વધી રહ્યું છે. વિરોધ પક્ષો મમતા બેનરજીને જવાબદાર માની રહ્યા છે અને તેમના રાજીનામાની માગણી થઈ રહી છે.  ભાજપના નેતા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે મમતા બેનરજીએ તરત જ રાજીનામું આપી દેવું જોઈએ. ઈલેક્શનના થોડા દિવસ પહેલાં હવે તેઓ સીએમ બની રહેવાને લાયક નથી. તેમણે કહ્યું કે પાર્ટી સીબીઆઈ ડિરેક્ટરને તપાસ કરવાની માગણી કરતો લેટર લખશે.

(અમે આ વીડિયોના પ્રામણિકતાની પુષ્ટિ કરતા નથી) વીડિયો સૌજન્ય: નારદા ન્યૂઝ યૂ ટ્યૂબ

સ્ટિંગમાં કોણે કેટલી કેશ લીધી?
એમ.એચ. અહેમદ મિર્ઝા – ૫૦ લાખ
મુકુલ રોય – ૨૦ લાખ
સુબ્રત મુખરજી – ૫ લાખ
સોગત રોય – ૫ લાખ
સુલતાન અહમદ – પ લાખ
સુવેન્દુ અધિકારી – ૫ લાખ
કાકોલી ઘોષ – ૪ લાખ
પ્રશુન બેનરજી – ૪ લાખ

You might also like