હવે વજન ઘટાડવું હોય તો આ નાની ટ્રીક પણ અપનાવી જુઓ

જાપાનની કયુશુ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે વજન ઘટાડવું હોય તો શું ખાવું અને શું ન ખાવું એ ધ્યાનમાં રાખવાની સાથે-સાથે દરેક કોળિયા વચ્ચેનો સમય પણ વધારવો જોઇએ. મતલબ કે ધીમે-ધીમે ખાવું જોઇએ. બીજો પણ એક નિયમ છે કે સૂવાના બે કલાક પહેલાં કશું જ ન ખાવું. અભ્યાસકર્તાઓએ ડાયાબિટીસ ધરાવતા ૬૦,૦૦૦ લોકોનો ર૦૦૮થી ર૦૧૩ દરમ્યાન અભ્યાસ કર્યો હતો. એમાં પાર્ટિસિપન્ટ્સને વીકમાં ત્રણ વાર તેમણે કઇ રીતે ખાધું એ પૂછવામાં આવ્યું હતું.

એક-સૂવાના બે કલાક પહેલાં ખાધું હતું કે નહીં? બીજું-ડિનર પછી આચરકૂચર ખાધેલું કે કેમ? ત્રીજું-સવારનો બ્રેકફાસ્ટ કર્યો કે નહીં? અને છેલ્લે-જમતી વખતે કેટલો સમય લાગ્યો? આ ચારેય સવાલના જવાબનું અત્યંત સંકુલ વિશ્લેષણ કરીને નિષ્ણાતોએ તારવ્યું છે કે જમવામાં સમય લગાડનારા અને ધીમે-ધીમે ખાનારાનું વજન આપમેળે કન્ટ્રોલમાં રહી શકે છે.

You might also like