Categories: Dharm

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ આપે પોતાની નિર્ધારિત મંજિલ ૫ર ૫હોંચવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે, અને તેનું ફળ આપને મળશે. આર્થિક લાભ, આત્મ સંતોષ આપને વધારે પ્રેરણા આપશે. આ સપ્તાહ દરમિયાન નાણાકીય બાબતોને વધારે મહત્વ આપશો, આ કામ આપની કલ્‍૫નાશીલતા માગી લેશે. ૫રંતુ આ૫ તેનું સારી રીતે સંચાલન કરી શકશો. મિત્રો સાથેનો આપનો વ્યવહાર સલુકાઇભર્યો હશે. આપ કોઇની પણ લાગણી દુભાવશો નહીં.

વૃષભઃતમારે પોતાની નિર્ધારિત મંજિલ ૫ર ૫હોંચવા માટે ખંતપૂર્વક કામ કરવું પડશે. તેનું ફળ તમને મળશે. શું બોલવું અને તે કયા સમયે બોલવું તે તમે સારી રીતે જાણો છો. તમે સુમેળભર્યો સ્વભાવ ધરાવો છો. તમારી આ વિવેકભર્યી વર્તણુકને કારણે તમે તમારી આસપાસના લોકો વચ્ચે મુઠ્ઠી ઉંચેેરા બની રહેશો. તમારા સંસર્ગમાં આવનારા શાંતિ અને આનંદનો અનુભવ કરશે. આપનો દૃઢ વિશ્વાસ ધાર્યા નિશાન પાર પાડવામાં મદદરૂપ થાય.

મિથુનઃઆપ જાણો છો કે પરિસ્થિતિ હંમેશાં ૫લટાતી જ રહે છે, ૫રંતુ ઘનિષ્ઠ સંબંધોની એ ઉષ્મા આપને ૫રિપૂર્ણતાનો અહેસાસ કરાવશે. પ્રેમની તાકાત આપને ગમે તેવી સમસ્યાઓ સામે શાંતિ અને સરળતાથી ઝીંક ઝીલવામાં સહાયરૂ૫ થશે. આપ ઘણા લાંબા સમય સુધી આપના શ્રેષ્ઠ ૫રિણામો આપતા રહેશો. એમ ગણેશજી જણાવે છે. આ સમય ધૈર્ય એ તમારો સૌથી મૂલ્યવાન ગુણ બની રહેશે. ધૈર્યને સહારે તમે કેટલાક ખોટા નિર્ણયો લેતા અટકશો

કર્કઃ આ સમયગાળામાં તમને બધાથી વિખૂટા પડી ગયા હોવાનો અહેસાસ થાય. તમે પોતાની રીતે કામ કરવાનો નવો માર્ગ પસંદ કરશો. તમારી માનસિક તાકાતને કારણે તમે એકલા પડી ગયા હોવા છતા એકાંતને માણી શકશો. જોકે ગણેશજી આગામી સમયમાં લોકસંપર્કની આવશ્યકતા જોઈ રહ્યા છે. તેનાથી તમારું જીવન વધુ સારું બની શકે છે. આ સમયમાં પ્રવાસ થવાની શક્યતા છે.

સિંહઃ તમારા માટે આ સમયગાળો આનંદપ્રમોદ અને પડકારોનો મિશ્ર સમયગાળો રહેશે. આરોગ્ય સારું રહેશે. સંબંધો અને રોમાન્સમાં વધારો થશે. ઉચ્ચતર જીવનશૈલીને જાળવી રાખવા છતાં આપ આપનાં નાણાં સુરક્ષિત રાખવા માટે કેટલાક નક્કર ૫ગલાં લેશો. જોકે આ સમયમાં તમને ખર્ય પર થોડો સંયમ રાખવાની જરૂર લાગશે. ૫રિવાર, મિત્રો અને સંબંધીઓ સાથેની ઘનિષ્ઠતામાં વધારો થાય. અને તેનો વ્યવસાયિક ફાયદો પણ તમને મળી રહેશે.

કન્યાઃ આર્થિક બાબતો ઉપર પ્રભુત્વ મેળવી શકશો. લોકો સાથે હળીમળી શકશો. તમે પ્રબળ લાગણીઓની અનુભૂતિ કરશો. તમારો સૌમ્ય અને માયાળુ સ્વભાવ કાર્યક્ષેત્રમાં તમને સફળતા અપાવશે. વૈશ્વિક સમસ્યાઓમાં રસપૂર્વક ભાગ લેશો. આ સમયે તમારો આંતરિક વિકાસ તમારા માટે ગૌણ બની રહેશે. મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક દલીલોમાં ઊતરવાનું ટાળજો. કારણ કે આવી દલીલો સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે.

તુલાઃ તમે ખૂબ મહેનત અને ખંતથી કામ કર્યું છે, ૫રંતુ તમારા કામની પૂરતી કદર ન થતી હોવાથી તમારામાં નિરાશા અને હતાશાનો પ્રવેશ થાય. ગણેશજી વધુમાં કહે છે કે તમારે થોડા વ્યવહારુ બનવાની જરૂર છે જો તમે તેમ કરી શકશો તો તમારી ઘણી ખરી મુશ્કેલીઓ સરળતાથી હલ થઈ શકશે. તમારા કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

વૃશ્ચિકઃ આ સમયગાળામાં તમે તમારી જાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. તમે પહેલા કરેલા પરિશ્રમના સારાં પરિણામો હવે જોવા મળશે. આ સપ્તાહે આપ નાણાકીય સમસ્યાઓનો ઉકેલ લાવવા સક્ષમ બનશો. ગણેશજીના આશીર્વાદથી તમારી ટીમ પણ ઉત્સાહથી ભરપૂર રહેશે, ટીમમાં સૌ કોઈ એક બીજા સાથે સુમેળ સાધીને કામ કરશે. આ રીતે, સમસ્યાઓ ઉકેલાશે અને તમારા ભવિષ્યનાં આયોજનોનો માર્ગ વધુ સરળ બનશે.

ધનઃ તમારો ખર્ચ કરવાનો અને આનંદ પ્રમોદનો તબક્કો હજી ૫ણ ચાલુ જ છે. તમે ૫રિવાર માટે મોજશોખની ઘણી બધી વસ્તુાઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયગાળા દરમિયાન તમારા સ્વભાવમાં પરિવર્તન આવે અને તમે વધુ સંવેદનશીલ બનશો. જૂનાં સ્મરણો માનસપટ ૫ર ઊભરાશે. ગણેશજી કહે છે કે ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે ૫રંતુ તે આપના ૫ર ૫કડ ન જમાવી લે તે જોવું પડશે.

મકરઃ આ સમયગાળો તમારા માટે ઘણો સારો રહેશે. સફળતાનાં નવાં શિખરો સર કરવા છતાં તમારા ઉપર કામનું બહુ ભારણ નહીં રહે. તમે પરિવાર સાથે પણ જોડાયેલા રહેશો, અને આપની નજીકનાં સ્વજનો સાથે કીમતી સમય પસાર કરશો. આ સમયમાં તમારા જીવનમાં રોમાંસ અને પ્રણયનું પણ ઘણું મહત્વ રહેશે. તમારો પરિવાર વર્તમાન પરિસ્થિતિથી ઘણી ખુશી અનુભવશે અને તમારા ઉપર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

કુંભઃ હાલ ચિંતન કરવું અને અંતરાત્માનો અવાજ સાંભળવો તે આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ગણેશજીની આ સલાહને તમારે ગંભીરતાથી લેવાની જરૂર પડશે. અન્યથા તમારા હાથે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય. ખાસ કરીને નાણાકીય બાબતોમાં વિશેષ તકેદારી રાખવી. સંશોધન અને વિકાસ માટે આ સારો સમય છે, ખાસ કરીને આપે નવા સાહસમાં ઝંપલાવ્યું હોય ત્યારે. આવકમાં વધારો કરવા આપ નવા રસ્તા શોધી શકશો.

મીનઃ આ સપ્તાહે તમારા સપનાંઓ સાકાર થતાં તમે કૃતજ્ઞતાની લાગણી અનુભવશો. આપે આપની ઘણી સમસ્યાઓ ઉકેલી લીધી હોય તેવી તમને અનુભુતિ થશે. પ્રિયજનો સાથે વધુ સમય પસાર કરી શકશો. તમારો સંવાદિતા અને સંતુષ્ટિનો અનુભવ તમને અધ્યાત્મિકતા તરફ દોરી જશે. તમે પ્રાર્થના અને ધ્યાન તરફ વળશો અને આ આંતરિક પ્રવાસ તમને વધુ સમૃદ્ધિનો અહેસાસ કરાવશે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

6 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

7 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

8 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

10 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

11 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

11 hours ago