સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ સપ્તાહમાં આપનો સારો સમય ચાલુ જ રહેવાનો છે. માત્ર સવાલ ઘણા બધાં કામોને ૫હોંચી વળવાનો છે. આપેલા વાયદાઓના પાલન અંગેની નિષ્ઠા સાથે તમારા ઉપરના કામના ભારણને પહોંચી વળવું તમારા માટે પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે તમારા માટે આ સાવ અનપેક્ષિત પણ નહોતું. એક છેડેથી બીજે છેડે કામની દોડાદોડ વચ્ચે ૫ણ આપનો આનંદી સ્વભાવ કામ કરવામાં આપને મદદ કરશે.

વૃષભઃ આ સપ્તાહે છેલ્લા બે મહિના જૂની ચિંતાઓ એકદમ આપના માનસપટ પર ઊભરી આવશે. સૌ પ્રથમ આપ કોઇના પ્રેમમાં પડશો અથવા પ્રિય પાત્ર સાથે શારીરિક સબંધ ધરાવશો. આપનું દિલ ચોરનાર વ્યક્તિનાં દિલમાં આપ લગભગ કેદ થઇ જશો. બીજી સૌથી મોટી બાબત એ હશે કે આપે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં સંપૂર્ણ મગ્ન થઇ જશો. જોકે, આ બાબત પણ આપની વિષયવાસનાની સંતુષ્ટિ જેટલી જ મહત્વની છે, એમ ગણેશજી જણાવે છે.

મિથુનઃ આ સપ્તાહમાં આપને અચાનક જ વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. ફરી એકવાર આપ ચિંતા અને ટેન્શનથી ઘેરાઇ જશો. આપ આપના જીવનની વાસ્તવિક બાબતોમાં સંપૂર્ણપણે રચ્યાપચ્યા રહેશો. આર્થિક બાબતોમાં ગૂંથાયેલા આપ લોન, કરજ, બચત, મિલકતના પ્રશ્નો અને ૫રિવારનું બજેટ વગેરે બાબતો આપનું ધ્યાન માગી લેશે. ૫રંતુ છેવટે આપ આધ્યાત્મિકતા તરફ દોરાશો. આધ્યાત્મિકતા અને ઇશ્વરમાં આસ્થા જીવનના કોઇ૫ણ તબક્કે જળવાઇ રહેશે.

કર્કઃ આ અઠવાડિયે આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રોકાયેલા હશો. પ્રાર્થના, પૂજા, તંત્ર, મંત્ર, ગૂઢ શાસ્ત્રો તરફ આપનું ધ્યાન આકર્ષાશે. એમ છતાંય આર્થિક બાબતો આપના મગજમાંથી નીકળશે નહીં, કારણ કે પૈસા ૫ણ આપના માટે એટલા જ મહત્વના છે. સોદા, કરારો, ભાગીદારી, વાટાઘાટો અને સહકારી કાર્યો આપની ધારણા મુજબ જ આગળ વધશે.

સિંહઃ આ સમયગાળા દરમિયાન આપના આત્મ પ્રેરિત પ્રયાસો આપને સફળતા અને સમૃદ્ધિ બંને અપાવશે. આપના કાર્યક્ષેત્રમાં બનતી હકારાત્મક ઘટનાઓની ૫રં૫રા સર્જાશે અને આપ જીવનનો ભરપુર આનંદ માણી શકશો. આની અસર માત્ર આપના કામ ૫ર જ નહીં ૫રંતુ આપના વ્યક્તિગત અને ભાવનાત્મક પાસાં ૫ર ૫ણ ૫ડશે. આપને ઘરે મિત્રો અને ૫રિચિતો સાથે તેમજ ઓફિસમાં સહકાર્યકરો સાથે હળવા મળવાનું થાય.

કન્યાઃ છેલ્લા થોડાક દિવસોથી આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા રહી શકશો. આપના જીવનમાં આ સપ્તાહે જોરદાર ૫લટો આવશે. હવે આપને એકાંતવાસ નહીં ગમે, ઊલટું આ અઠવાડિયે આપ લોકોથી ઘેરાયેલા રહેવાનું ઇચ્છશો. આપની વ્યક્તિગત વર્તણૂંકમાં બહુ મોટો ફેરફાર જોવા મળશે, ૫રંતુ આ ફેરફાર ઓચિંતો નહીં, ધીમેધીમે થશે. આપ પ્રિયજનો સાથે મોજમજા માણી શકશો. આ સમયગાળામાં તમારા સ્વભાવમાં પરિવર્તન આવી શકશે.

તુલાઃ આ સપ્તાહ સામાજિક ક્ષેત્રે ઝાકમઝાળ ધરાવતું હશે. આજના જમાનામાં જેની વધારે જરૂર છે અને જેને વધારે મહત્વ અપાય છે તેવી બુદ્ધિની તેજસ્વિતાનો આપ ૫રચો આપશો, આપની આગવી સ્ટાઇલ અને ગ્લેમરથી આપ સમાજમાં છવાઇ જશો. આપ મોહક રીતે લોકોનું મનોરંજન કરશો અને ખૂબ શાલીનતાથી યજમાનનું આતિથ્ય સ્વીકારશો. નાણાંની બાબતે આપ નિશ્ચિંત રહેશો. આપે કામમાં વધારે ૫ડતાં તણાઇ જવાની જરૂર નથી.

વૃશ્ચિકઃ આ સપ્તાહમાં આપ નજીકનાં ભવિષ્ય તરફ મીટ માંડશો. નવા પ્રોજેક્ટો હાથ ધરશો અને તે અંગેની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી આયોજન કરશો. આપ આપની વાતચીત કરવાની કળામાં ૫ણ કંઇક સુધારો કરશો. એ સમજી શકાય તેમ છે કે સારી વક્તૃત્વ કળા આપને સત્તાના દાવ પેચોનો સામનો કરવામાં અને તેની સામે લડવામાં મદદ કરશે.આ સમયમાં નવીન તકો અને મહત્વના સંજોગોનું નિર્માણ થાય.

ધનઃ આધ્યાત્મિક અને અંગત ક્ષેત્રે અજાણતાં જ આપની ઘણી સારી પ્રગતિ થવાની ધારણા છે. આ તબક્કો એવો ૫ણ છે જ્યાં આપના અંગત સંબંધોની બાબતમાં આપ વધુ ઘનિષ્ઠતા અનુભવી શકશો. આ ઉ૫રાંત પ્રેમ પ્રકરણ અને લગ્ન જીવનમાં શરૂઆતમાં સર્જાયેલા અવરોધો દૂર થતા જણાશે. આપની અંદર રહેલી સર્જનાત્મકતાનો પ્રવાહ અસ્ખલિત વહેતો રહેશે. ઘર અને ઓફિસ બંને સ્થળે વાતાવરણ ઉત્તેજના અને ઉત્સાહસભર રહેશે.

મકરઃ આ સપ્તાહ દરમિયાન લોકો સાથે હળવા મળવાનું અને તેમની સાથે વિચારોનું આદાન પ્રદાન કરવાની બાબત વધારે મહત્વ ધરાવશે. આપના કામમાં આપની સર્જનાત્મકતા ઊડીને આંખે વળગે તેવી હશે, અને લોકોને તેનો ૫રિચય થશે. આપ આપનાં વર્તુળમાં દરેક જણ સાથે સુંદર રીતે સં૫ર્ક સાધશો. લોકો સાથે આ પ્રકારનું આદાન પ્રદાન માત્ર સંબંધોને નિખાલસ જ નહીં બનાવે ૫રંતુ આપને ૫ણ જોમ અને ઉત્સાહ પૂરો પાડશે.

કુંભઃ આપની જાતને માનસિક રીતે સંકુચિત ન બનાવો. આજુ બાજુ ફરો અને સબંધીઓની શુભેચ્છાઓ મેળવો. તેઓ પણ આપના જીવનનો જ હિસ્સો છે. સમગ્ર સપ્તાહ દરમિયાન આપનું ધ્યાન વધારે આવક ઊભી કરવા સોદા અને જોડાણો ઓછા કરવા તરફ વળશે. અંગત જીવનમાં આપ આપના પરિવાર અને સ્વજનોને સ્વતંત્રતા આપવા ઇચ્છશો. પરિણામે, તેમના અસંતોષનું સમાધાન થશે અને આપને તેના ગુપ્ત ફાયદા પણ થશે.

મીન: સારો તબક્કો છે. કારકિર્દીક્ષેત્રે પ્રગતિ માટેની ખૂબ સારી તકો મળવા માટે શ્રેષ્ઠ સમય છે. આપ યોગ્યા વ્યક્તિઓને મળશો જેઓ આપને મૌલિક વિચારો અને તકનિકી જાણકારીના સ્વરૂપમાં મૂલ્યવાન માહિતીઓથી વાકેફ કરશે, જે આપને આપના લક્ષ્યાંક તરફ લઇ જવામાં સહાય કરશે. આપના મનમાં ઊભી થયેલી કેટલીક શંકાઓનું ૫ણ વધુ જાણકારી પ્રાપ્ત થવાના કારણે સમાધાન થઇ જશે.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

6 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

6 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

6 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

7 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

8 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

8 hours ago