સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ ગણેશજીના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહમાં બદલી-બઢતીની શક્યતાઓ વધુ રહેલી છે. બિઝનેસ-કારોબારમાં નવાં નવાં રોકાણ થઈ શકે છે. તમે કરેલા વેપાર અર્થેના પ્રવાસ લાભદાયી થઈ શકે છે. એકંદરે સમય આપના માટે સાનુકૂળ રહેશે તથા આકસ્મિક ધન-લાભ થવાની પણ શક્યતા દેખાઇ રહી છે.

વૃષભઃ દિવસો આનંદમય પસાર થતા જણાય. રોજગારીની નવી તકો મળી શકે છે. વારસાગત મિલકતની પ્રાપ્તિ થઇ શકે છે. નોકરીમાં લાભો મળે તથા બઢતી થાય અને કામની કદર થવાની ધારણા છે. આપ માતા-પિતા અને સંતાન તરીકેની તમારી ભૂમિકાને સર્વોચ્ચ મહત્વ આપશો. આપને જે વસ્તુ સૌથી વધુ પ્રિય છે તેમાં આપ સફળતા મેળવવા તૈયાર હશો.

મિથુનઃ રાજકીય ક્ષેત્રે પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આવકના સ્રોતમાં વધારો થઈ શકે છે.કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.નાણાં ભીડ દૂર થતી જણાય.આકસ્મિક ધન લાભ થઈ શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વાહન-મકાન-જમીનની ખરીદી થઈ શકે છે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક બની રહે. વિસરાયેલા જૂના મિત્રો સાથે મેળાપ થાય.

કર્કઃ પારિવારિક સમસ્યાઓની વિપરીત અસર તમારા માનસ ઉપર પડે અને તેની અસર તમારા નોકરી-વ્યવસાય ઉપર પણ પડવા સંભવ છે. અકસ્માત યોગ હોઇ આ સમયગાળામાં વાહન સંભાળીને ચલાવવાની ગણેશજી સલાહ આપે છે. દાંપત્યજીવનની કટુતામાંથી બહાર આવવા અને ફિક્કા પડેલા જીવનરસમાં મધુરતા પાછી મેળવી શકાય તેમ છે.

સિંહઃ આ સમયગાળામાં કોઈપણ પ્રકારનાં જોખમ ખેડવાથી દૂર રહેવું અન્યથા મુશકેલીઓનો સામનો કરવો પડશે. ખર્ચ ઉપર કાબૂ રાખવાની જરૂરિયાત જણાય. મહિલા વર્ગ માટે નવી કાર્યના આરંભ માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. આ સમયગાળામાં તમને યાત્રા કે પ્રવાસનો સુઅવસર મળે. કુટુંબ માટે તમે મનોરંજન પાછળ તમે ઘણો ખર્ચ કરી શકશો.

કન્યાઃ આ સપ્તાહમાં સિદ્ધિઓ અને ખુશીઓ મેળવી શકશો. આ સમય દરમિયાન આપને એ વાત સમજાઇ હશે કે લોકો સાથેના સંબંધો અને વાતચીતની આવડતથી જ આપ સારી રીતે કમાણી કરી શકો છો. તેથી આપ આગળ વધવા માટેના રસ્તા શોધી કાઢશો. આપ આપના પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો તથા આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

તુલાઃ આપની લોકપ્રિયતામાં સતત વધારો થાય. મીડિયા અને પ્રચાર પ્રસારને લગતાં ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તેમની આવડત અને કુશળતા સાબિત કરવાનો મોકો મળશે તથા આ સમયગાળામાં તેઓ નોંધપાત્ર લાભ મેળવશે. આપ આપની સ્વાભાવિક શૈલી અને મોહકતાનો પરિચય આ સમયગાળા દરમ્યાન આપી શકશો અને તેનો ભરપુર ફાયદો ઉઠાવી શકશો.

વૃશ્ચિકઃ વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય. આપનો આ સમયગાળો આનંદ અને ખુશીઓની ભરતી લઈને આવ્યો છે. આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ હાથ ધરવા જઈ રહ્યા છો જે આપનું સારું એવું ધ્યાન માગી લેશે. આ સમયગાળો એવો છે જેમાં માત્ર અને માત્ર લોકો જ આપની તમામ બાબતો સાથે સંકળાયેલા હશે. આ સપ્તાહ તમારા માટે શુભદાયી નીવડશે.

ધનઃ કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.માનસિક ચિંતા હળવી બનતી જણાય. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની શક્યતા છે. ભાગ્યોદયની તક મળી શકે છે. વેપારઅર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. લગ્નજીવન સુખમય રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વડીલાેનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થાય તેમ લાગી રહ્યું છે.

મકરઃ આપ જીવનમાં શું મેળવવા માગો છો તેનું પુનઃમુલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા હેતુઓ અને લક્ષ્યોનું વિશ્લેષણ કરો અને તેને આપ ઇચ્છિત દિશામાં વાળો. આ સમયગાળો નોકરી-વેપાર માટે પ્રગતિદાયક બની રહે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આપ પોતાના શોખ, નવી પ્રવૃત્તિ માટે સમય ફાળવી શકશો. આપ વધુ સર્જનાત્મક બની શકશો.

કુંભઃ આ સપ્તાહ દરમિયાન તમને અભ્યાસ-સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળતી જણાય. તમને આકસ્મિક ધન-લાભ થઇ શકે છે. આપ આપની શીધ્ર વિચારશક્તિ અને લોકોની કુશળતા પ્રદર્શિત કરવામાં રુચિ ધરાવશો. આ સપ્તાહ દરમિયાન આપનાં જીવનમાં જોમ, ઉત્સાહ, પ્રવૃત્તિઓ અને વિચારોની ભરમાર રહેવાની શકયતા છે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય.

મીન: નજીકના સમયગાળામાં તમને નવી તકો મળશે. સમય શુભ રહેશે. જીવન પ્રત્યેની તેમજ કેટલાક લોકો અંગે તમે બાંધેલી કેટલીક ગેરસમજોમાંથી આપને મુક્તિ મળે.ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે આપની રુચિ વધતી જણાય. રાજકીય-સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. વિદેશનાં અટકેલાં કાર્યો પૂર્ણ થતાં જણાય. જીવનસાથીની પસંદગી માટે આ સમયગાળો શુભ છે.

divyesh

Recent Posts

શેરબજાર સામાન્યઃ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ, રૂપિયો ૨૫ પૈસાનાં વધારા સાથે ખૂલ્યો ૭૨.૦૬ની સપાટીએ

શેરબજારમાં આજે શરૂઆત સામાન્ય રહી હતી. સેન્સેક્સ ૩.૭૬ પોઇન્ટ વધીને ૩૫,૧૪૫ પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૪.૩ પોઇન્ટ વધીને ૧૦,૫૮૦…

15 mins ago

નોટબંધી બાદ પણ રિટર્ન નહીં ભરનાર ૮૦ હજાર લોકો પર બાજ નજર

નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગ એવાં ૮૦ હજાર લોકોની તલાશમાં છે કે જેમણે નોટબંધી બાદ મોટી રકમ જમા કરાવી હતી અને…

29 mins ago

તામિલનાડુનાં કિનારે ૧૦૦ કિ.મી.ની ઝડપે ટકરાયું ‘ગાજા’ તોફાન, સ્કૂલ-કોલેજો બંધ-નૌસેના એલર્ટ

ચેન્નઈઃ હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર ચક્રવાતી તોફાન ‘ગાજા’ આજે સવારે તામિલનાડુનાં સમુદ્ર કિનારે ટકરાયું છે. આ દરમ્યાન ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની…

43 mins ago

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

18 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

19 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

19 hours ago