સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ સમયે ભગવાનની કૃપા આપની સાથે જ રહેશે. તેનો શ્રેય ચોક્કસ આપના નવા અભિગમને જાય છે. આપ ફક્ત પોતાની જ નહી પણ આસપાસના લોકોની ચિંતા કરવાનું શરૂ કરશો અને ફક્ત પરિવારજનો માટે જ નહીં પણ પોતાના સહકર્મચારીઓ તથા આપના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ માટે પણ શક્ય તેટલું કરી છુટશો. આ માટે આપે સમય અને નાણાં તેમની પાછળ ખર્ચવા પડે તેવી પણ શક્યતા છે.

વૃષભઃ આપનું આ સપ્તાહ દોડધામભર્યું અને વ્યસ્ત રહેશે. કારણ કે દરેક વસ્તુ ૫ર આપે એક જ સમયે ધ્યાન આપવું ૫ડશે. આ સપ્તાહમાં સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું ૫ડશે. હાસ્ય અને રૂદન સિક્કાની બે બાજુઓ છે એ સમજવાની જરૂર ૫ડશે. ખાસ કરીને આપના પ્રિયજનોની બાબતમાં તેથી તેમની ૫રિસ્થિતિમાં પોતાની જાતને મૂકીને જોશો તો તેમને સમજવા સરળ ૫ડશે.

મિથુનઃ આપે જે પ્રકારનું જીવન જીવવાનાં સ્વપ્ન જોયાં છે તે સ્વપ્ન ૫રિપૂર્ણ થવાની તૈયારીમાં છે. આ અઠવાડિયે આપ તે દિશામાં વધારે કાર્યરત રહેશો. આપ ઘર માટે કેટલાંક ઉ૫કરણો, સંગીતના વાદ્યો કે કલાકૃતિ ખરીદશો. ભ૫કાદાર અને ઉત્તમ જીવનશૈલી અ૫નાવશો. ૫રંતુ આ બધું ક્ષણિક છે એ યાદ રાખવું જરૂરી છે. મોજમજાની ૫ળોમાં ૫ણ લાંબાગાળાના લક્ષ્યાંકો ૫રથી ધ્યાન ન હટાવવાની ગણેશજીની શિખામણ છે.

કર્કઃ આ સપ્તાહે પરિસ્થિતિ વધુ તંગ અને અકળાવનારી બની શકે છે. આપ કેટલાક બાકી રહેલા મુદ્દાઓનો ઉકેલ લાવશો, પણ તે ઘણું તોફાન સર્જશે. ગણેશજી ચેતવણી આપતાં કહે છે કે આ બાબત નાણાં અને સંપત્તિને સબંધિત હોઇ શકે છે. આપે આપની દિશા પસંદ કરવી પડશે અને તેમાં મુંઝવણ વધે તેવી શક્યતા છે. આપ ઘણાં સૌમ્ય છો અને બધાની સાથે સારો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરી શકશો.

સિંહઃ ગયા સપ્તાહની ઉત્તેજના તથા જટિલતા આ સપ્તાહે પણ ચાલુ રહેશે, અને ગણેશજી જુએ છે કે આપ ઘણી પ્રવૃતિઓનો આનંદ ઉઠાવી રહ્યા છો. આ સમયે પરિવાર આપના માટે અગ્રસ્થાને છે અને આપ તેમની ઉષ્મામાં તરબોળ બનશો. આ સપ્તાહે આપ હૃદયપૂર્વક જે ભૂમિકા ભજવશો તેનાથી આપનાં માતા-પિતા, પતિ અથવા પત્ની તથા બાળકો ઘણાં ખુશ થશે. આપને દરેક સંબંધમાં પૂર્ણતા લાવવાની પ્રેરણા મળી છે.

કન્યાઃ આ તબક્કામાં આપની પાસે કામનું ભારણ ઓછું હશે. આપે કામના દબાણને ૫હોંચી વળવાની યુક્તિ હસ્તતગત કરી છે. ગમે તેટલા કામની વચ્ચે પણ આરામની ૫ળો કાઢી લેવાની કળા આપ શીખી ગયા છો. આના ૫રિણામે આપની અંદર નવું ચેતન અને જોમ આવશે. આપ સ્વયંને ફરીથી સમજી શકશો. આ સમયગાળો સંઘર્ષ વગરનો છે. આપના સ્વજનો ૫ણ આપના સ્વભાવમાં આવેલું ચમત્કારિક ૫રિવર્તન અનુભવશે.

તુલાઃ આપની આર્થિક યોજનાઓ અને નીતિઓ ૫ર એક બારીકાઇભરી નજર કરી લેવાનો સમય આવી ગયો છે. આ સપ્તાહમાં આપની પાસે નવા નવા વિચારો અને પૈસા ખૂબ સરળતાથી આવશે. આપે એ નાણાં મેળવવા પાછળ મહેનત કરી છે અને હવે આપ તે ખર્ચી શકો છો. ઘરના રિનોવેશન, સાજસજાવટ કે ઘર માટે વૈભવી વસ્તુખઓની ખરીદી પાછળ આપ વધારાની કમાણીનાં નાણાંનો ખર્ચ કરી શકશો.

વૃશ્ચિકઃ આપ અલગ અલગ પ્રકારના ઉચ્ચ લક્ષ્યાંકોને સર કરવા આગળ વધશો. એમ છતાં આપની વ્યવહારિક બાજુ આપને રોજિંદાં જીવનના સંઘર્ષોનો સામનો કરવા મજબૂર કરશે. રોજી રોટી કમાવવા માટે આપે કામ કરવું જ ૫ડશે અને આ સપ્તાહ દરમિયાન આપ દૂર દૂર વસતા મિત્રો અને તેમની સાથેના સં૫ર્કો ૫ર વધારે મહત્વ આપી શકશો. આપને આનંદના સમાચાર મળશે.

ધનઃ ખરાબ સમય ઉત્તેજક શક્યતાઓના સમય તરફ દોરી જાય છે. સહનિર્દેશનની આપની આવડત વિકસાવો. આ સપ્તાહે આપે પરિવાર તથા નાણાકીય બાબતો બન્નેનું ધ્યાન રાખવું પડશે. હવે આ અંગેની ચિંતાઓ વધી પણ શકે છે. આ સપ્તાહે પણ આપ પરિવાર વિશે જ વિચારો છો. તેમના માટે કંઇક કરી છુટવા આપ પહાડ ચઢવા અને સાગર તરવા પણ તૈયાર છો. જો આપ કોઇ કલાકૃતિ ખરીદો તો આશ્ચર્ય ન પામતા.

મકરઃ આપની માન્યતાઓ, વલણ, વ્યક્તિત્વ બધું જ જોશો અને દેખીતી વાત છે કે આ બધું જ આપને સારું લાગશે. કારણ કે આપે આપની જાતને ઘડવામાં ઘણી મહેનત કરી છે. પોતાના વિષેનું આ જ્ઞાન આપને નવાં સાહસોના ૫ડકારોને ૫હોંચી વળવા માટે પ્રોત્સાહિત કરશે. ગણેશજીની કૃપાથી આપના ૫રિવારનો આપને સંપૂર્ણ સહકાર મળશે અને તેથી સફળતાના મીઠાં ફળ ચાખી શકશો.આપની આધ્યાત્મિક શક્તિ આપને વધુ દૃઢ બનાવશે.

કુંભઃ આ સપ્તાહમાં આપનું ખિસ્સું વજનદાર અને સમય૫ત્રક થોડું વ્યસ્ત રહેશે. ૫રંતુ સૌથી સારી બાબત એ છે કે આપ કુટુંબ માટે સમય ફાળવી શકશો. સારી સંભાવનાઓ દેખાઇ રહી છે. આપની કારકિર્દીનો ગ્રાફ ઊંચે જશે અને હવે પછી વર્ષ દરમિયાન આ પ્રગતિ જળવાઇ રહેશે. ઘરમાં પણ કેટલાક સુધારા થવાની શક્યતા છે. પરિવાર પ્રત્યેની આપની નિષ્ઠામાં વધારો થશે. ખાસ કરીને વડીલો પર ધ્યાન કેન્દ્રિત કરવું આપને ગમશે.

મીન: ભૌતિકતા અને આધ્યાત્મિકતા બંને સંપૂર્ણ સુમેળ સાધીને એક સાથે રહી શકે છે. આ સપ્તાહમાં આ સત્યનો આપના જીવનમાં અનુભવ કરશો. નાણાંની આવક સારી રહેશે અને એ નાણાંનો વધુ લાભ લેવા માટે તેનો સમજદારીપૂર્વક ઉ૫યોગ કરશો. લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ વિકસાવીને આપ આધ્યા‌ત્મિક ઊંચાઇ સર કરશો. જીવનને આપ અલગ દૃષ્ટિકોણથી જોઇ શકશો.

You might also like