Categories: Dharm

જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ માનસિક ચિંતા હળવી બનતી જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે. ભાગ્યોદયની તક મળી શકે છે. અભ્યાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઇ શકશે. નોકરીયાતવર્ગને પદોન્નતિ મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વાદ વિવાદથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભ થઇ શકે. જમીન-મકાનની ખરીદી થઇ શકે છે.

વૃષભઃ દિવસ આનંદમય પસાર થઇ શકશે. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાય. આરોગ્યની કાળજી રાખવી. વાહન જમીન મકાનના પ્રશ્નો હલ થતા જણાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. અભ્યાસમાં સફળતા. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય.

મિથુનઃ ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થશે. બાંધવોથી કટુતા મળશે. મનોવાંછિત કાર્યોમાં વિલંબ. જેનાથી મન બેચેન રહેશે. શ્રમમાં સફળતા પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારી સાથે તાલમેલ વધશે. મકાન, ભૂમિ ખરીદવાની યોજના સફળ થશે. આવક સામાન્ય રહેશે.. સંતાન પક્ષમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળશે. ધાર્મિક કાર્યક્રમોમાં વ્યય થવાની સંભાવના છે. શત્રુઓ પર વિજય મળશે. વાહનથી સાવધાન રહેવું.

કર્કઃ તમને તમારા છેલ્લાં થોડાં અઠવાડિયાંની પ્રગતિ અને આનંદમાં ઓટ જણાશે. અને તેનાથી તમને આઘાતનો અનુભવ થશે. તમે ન પહોંચી વળાય તેવી પૈસાની ખેંચ, કામનું દબાણ અને કૌટુંબિક માગણીઓને કારણે તમારી ચિંતામાં વધારો થશે. તેમ છતાં તમે શુભ આશા સાથે પ્રયત્નો ચાલુ રાખશો. તમારી ધીરજ સહિષ્ણુતાની આ કસોટી છે. બાળકો તમારી સાથે ઉષ્મા અનુભવશે.

સિંહઃ કુદરતે આપને ઘણું તેજસ્વી મગજ આપ્યું છે. આ સમયગાળામાં આ વાત સ્પષ્ટ થઇ જશે. આપની સર્જનાત્મકતા પુરજોશમાં બહાર આવશે. લોકો અને પરિવાર સાથેના સબંધોમાં આપ જાદુઇ આકર્ષણ અને લોકોને પોતાની વાતમાં સહમત કરવાની ક્ષમતાનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. આપમાં રહેલી મોહકતા અને સારી સમજણ આપની ખાનગી કે અંગત વાતચીતને વધુ ઉત્તેજિત અને ઉત્સાહસભર બનાવશે.

કન્યાઃ આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. વાહન જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. હિત શત્રુઓથી સાચવવું. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. જરૂરિયાતમંદોને મદદ થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્ય સાચવવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે.

તુલાઃ અભ્યાસમાં સફળતા મળે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. કોર્ટ કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. માનસિક ચિંતા હળવી બને. નોકરીમાં ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વેપારમાં મોટાં સાહસ થઇ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જણાય. નોકરી વેપારમાં સફળતા મળતી જણાય. ઇષ્ટદેવની ઉપાસના શુભ ફળદાયી બની રહે.

વૃશ્ચિકઃ આ અઠવાડિયામાં તમે ઘણી વખત સમય-શક્તિની ખેંચ તાણ અનુભવશો. નાણાકીય બાબતોમાં ગૂંચવાડો થશે. તે તમે તમારા બજેટમાં કાપકૂપ કરીને દુર કરવાનો પ્રયત્ન કરશો. આ ગૂંચવાડો મોટે ભાગે તમારા વધુ પડતાં બજેટ ફાળવણીને લીધે હશે. સામાજિક જીવન અને સામૂહિક જીવનને લગતી સમસ્યાઓ સર્જાય. આ આખું અઠવાડિયંુ તમારું ફેરફારો અને એડજસ્ટમેન્ટનું છે.

ધનઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી મદદ મળી રહેશે. તમારા મદદકર્તા મિત્રો તમને સધિયારો આપવાને બદલે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે. આપના કાર્યો ધીમે ધીમે સિદ્ધ થશે.

મકરઃ બુદ્ધિ અને વિવેકથી માન સન્માનની પ્રાપ્તિ થશે. ધાર્મિકતા તરફ ઝુકાવ આવશે, મન પ્રસન્ન રહેશે. પ્રેમમાં નિષ્ફળતા મળશે. ધનનો સંગ્રહ થશે. વૈભવ પર ધન ખર્ચ કરવો પડશે. પ્રેમ અને વિવાહના પ્રસ્તાવ આવશે. વાહનથી ચેતીને રહેવું. બેચેની રહેશે. અનાવશ્યક કાર્યની જવાબદારી રહેશે. બંધુ બાંધવોને સહયોગ પ્રાપ્ત થશે. ભાગ્યનો સહયોગ મળશે. સુખમાં કમી આવશે. માતાની તંદુરસ્તી ઓછી થશે. કાર્યસ્થળ પર સ્થિતિ મજબૂત થાય.

કુંભઃ આ અઠવાડિયું તમે નાણાકીય ખેંચ અનુભવશો. કામ બાબતમાં પણ થોડી નકારાત્મકતા પ્રવેશશે. પૂરતા પ્રયત્નો, પ્રબળ ઇચ્છા અને ધૈર્ય પૂર્વક વર્તીને તમે તમારા સહકર્મચારીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. તમે તમારી ભૂલોને કબૂલશો. નવી અને રસપ્રદ વ્યક્તિ સાથે સંપર્ક થતા તમે તાજગી અને ઉત્સાહ અનુભવશો. કૌટુંબિક આનંદ પ્રમોદ મેળવી શકાય.  તમારા હિતચિંતક સ્વજનોની મદદ મળી રહેશે.

મીન: તમે તમારા વ્યવસાયિક જીવનમાં તમારી મર્યાદાઓ જાણો છો અને તમે તેના વિશે ગંભીર પણે વિચાર્યું છે. તેથી વ્યવસાયિક પ્રગતિની આડે આવતી મુશ્કેલીઓને કઇ રીતે દુર કરવી તે જાણો છો. કામની પ્રગતિ થાય અને પ્રમોશન મળવાની સંભાવના જણાય. પ્રેમ અને મિત્રતા તમને તાજગીનો અનુભવ કરાવશે. આંતરિક સુખ શાંતિનો અનુભવ કરશો.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

4 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

4 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

4 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

4 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

5 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

5 hours ago