સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સહેલાઇથી યોજના બનાવી શકશો. કયું કામ પહેલું કરવું એ નક્કી કરજો. કાર્યનું ફળ મેળવવામાં પાંચ અઠવાડિયાંથી વધુ સમય નહીં લાગે. મજબૂત ક્ષેત્રમાં ગણતરીપૂર્વકનું રોકાણ કરશો. સ્વાસ્થ્યની કાળજી લેજો, નહીંતર કામમાં વિક્ષેપ પડશે. વિઝા, ગ્રીન કાર્ડ કે અન્ય વિદેશી મામલા સાથે સંકળાયેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે. વિદેશમાં વ્યવસાયિક સંપર્કો ઊભા થાય એવી પૂરે પૂરી સંભાવનાઓ રહેલી છે.

વૃષભઃ આ તબક્કે તમે કદાચ અસહકારનો માર્ગ પસંદ કરશો અને લોકો સાથેના વહેવારમાં પણ તમે સખત વલણ અપનાવશો. નાણાકીય લાભો એની રીતે જ મળતા રહે પણ તમે કોઈ તત્કાલિક લાભ મેળવવાનો ઇરાદો રાખશો નહીં એવી ગણેશજી સલાહ આપે છે. ટૂંકો પ્રવાસ અને ભાગીદારીઓ આ અઠવાડિયાનું આકર્ષણ રહેશે. ખરીદી માટે પણ જવાનું થાય અને તમે કેટલીક મોજશોખની ચીજવસ્તુઓની ખરીદીઓ કરશો.

મિથુનઃ તમે વિપુલ ઊર્જા સાથે આગળ વધી શકશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થાય. તમારા જૂના અભિગમ અને વિચારોને તમે ફગાવીને જાતને જીત માટે તૈયાર કરવા નવા અભિગમ અને વિચારોને અપનાવશો. આ તબક્કે ઘણી સારી તકો તમારી રાહ જોઈ રહી છે. સમય ઉપર સવાર થઈને આગળ નીકળવું કે કેમ તે તમારે નક્કી કરવાનું છે.

કર્કઃ કઈ બાબતને પ્રાથમિકતા આપવી એની મૂંઝવણ ઊભી કરતી કેટલીક ઘટનાઓ આ સમયગાળામાં બને. પ્રેમી કે જીવનસાથીને લઈને મૂંઝવણભરી સ્થિતિ સર્જાય અને તેના ઉકેલ માટે ઘણા પ્રામાણિક પ્રયત્નોની જરૂર વર્તાય. જોકે આ તો તમારી અંગત જીવનની વાત થઈ. કાર્યસ્થળે પડેલી ગૂંચને ઉકેલવા માટે પણ તમારે તમારા કડક વ્યક્તિત્વનો પરિચય આપવાની જરૂર પડે તેમ છે.

સિંહઃ નોકરિયાત વર્ગને કામનો બોજ વધે. જોકે ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. માનસિક શાંતિ, સ્વસ્થતા અને ઉત્સાહના અનુભવ માટે આ તબક્કે સકારાત્મક વિચારસરણી સાથે સતત કાર્યરત રહેવું જરૂરી બનશે. નાણાકીય રીતે આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોવું. વેપાર-ધંધામાં ફાયદો કરાવે તેની નવી તકોનું નિર્માણ થાય. પ્રેમ-પ્રસંગ, પ્રેમ-મુલાકાતમાં અડચણો આવે. આવેલી તકોને ઝડપી લેશો.

કન્યાઃ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે આપનું આકર્ષણ વધશે. ગણેશજીની સલાહ છે કે આપે વધારે પડતી અપેક્ષા ન રાખવી જોઇએ. આ સપ્તાહે મહેનત અને ખર્ચમાં વધારો થઇ શકે છે. અને તેનું પરિણામ ઘણું સારું હશે. આપ લાંબી યાત્રા વિશે વિચારી શકો છો પણ તે આપના ખિસ્સાને ભારે પડે તેવી શક્યતા છે. અલબત્ત અભ્યાસ અર્થે દૂરના સ્થળનો પ્રવાસ થાય તેવાે યોગ સર્જાયો છે. આપને ગ્લેમર અને સત્તા પણ મળી શકે છે.

તુલાઃ તમારું વર્તુળ અને સમાજ અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ જવાબદારીઓ અને જવાબદેહીઓ તમને સતત પ્રવૃત્ત રાખે. અહીં જવાબદેહીઓનો અર્થ પોતાની જાત પ્રત્યેની જવાબદેહીઓ. સંસ્થાઓનું સભ્યપદ તમારા માટે ઘણું ફાયદાકારક રહેશે. અંગત સંબંધોમાં સવિશેષ કાળજી અને પ્રયત્નો કરવાની સલાહ છે અને અંગત સંબંધોમાં નજીવી બાબતોમાં પણ તમારું શ્રેષ્ઠ યોગદાન આપીને સંબંધો સાચવી લો તે જ આખરે તમારા હિતમાં છે.

વૃશ્ચિકઃ આ સપ્તાહ સખત પરિશ્રમ-મજૂરી કરવાનું પુરવાર થશે. કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇપણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે. અને તે સાચા, ગંભીરતાથી તેમ જ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.

ધનઃ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. કેટલીક અકારણ ચિંતાઓના કારણે તમારું શારીરિક માનસિક સ્વાસ્થ્ય બગડે. આર્થિક લેવડ દેવડમાં સભાનતા અને ચોક્કસાઈ નહીં રાખવામાં આવે તો તમારી મુશ્કેલીઓમાં ચોક્કસ વધારો થશે એમ ગણેશજી જણાવે છે. નોકરીયાત વર્ગની અગવડતાઓ દૂર થાય. ઉપરી અધિકારી સાથે બિનજરૂરી ઘર્ષણથી દૂર રહેવું સલાહભર્યું છે. જીવનસાથી અને મિત્રોનો પ્રેમ અને સહકાર અહીં તમારી મદદે આવશે.

મકરઃ આ સમય આત્મનિરીક્ષણનો છે. અત્યાર સુધી આપનું ધ્યાન વિવિધ દુન્યવી વસ્તુઓમાં વહેંચાયેલું હતું જે હવે પોતાની જાત પર કેન્દ્રિત થયું છે. હવે આપ આપના વ્યક્તિત્વ તથા કપડાં, એસેસરિઝ, સંપત્તિ તથા ઘરને નવું સ્વરૂપ આપવા તરફ ધ્યાન કેન્દ્રિત કરશો. ગણેશજી કહે છે કે આ બાહ્ય આડંબર નથી પણ આપ બદલાતા વિશ્વ સાથે તાલ મિલાવવા માંગો છો. આ સમય ઘણા બૌદ્ધિક ફાયદાઓ મેળવવાનો છે

કુંભઃ કામના અપેક્ષિત ભાવિની બાબતમાં જોઇએ તો આપ અપેક્ષાઓની ૫ણ આગળ વધવા માટે આપની કાર્યકુશળતા અને કાબેલિયતને અદ્યતન માધ્યમોની મદદથી વધુ ધારદાર બનાવશો. અંદરખાનેથી આપ ઘણો ૫રિશ્રમ કરતા હોવા છતાં બહાર કોઇને જણાવા નહીં દો અને શાંત રહેશો. ગણેશજીને આમાં કોઇ આશ્ચર્ય લાગતું નથી. કારણ કે તેઓ જાણે છે કે આપને જિંદગીમાં દંભ અને દેખાવ કરવો ગમતો નથી.

મીન: તમે વિચલિત થયા વગર તમારાં પદ, પ્રતિષ્ઠાને અનુરૂપ રહીને તમે આવી પડેલી સમસ્યાઓ સામે લડવા તમારી સમગ્ર શક્તિ એકત્રિત કરશો. અહીં વધુ પડતા આત્મ વિશ્વાસમાં ન રહેવાની ગણેશજી સલાહ આપે છે. આ સમયગાળામાં તમારે તમારા આરોગ્ય બાબતે પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. તમને સ્થાયી કામ અને સ્થાયી આવકની જરૂરિયાત મહેસૂસ થાય.

divyesh

Recent Posts

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 mins ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

42 mins ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

1 hour ago

આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

2 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

18 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

19 hours ago