જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ પ્રગતિ અનેક રીતે થતી હોય છે પણ ભૌતિક સફળતા સૌથી વધુ દૃશ્યમાન હોય છે. પણ ગણેશજી કહે છે પ્રાર્થના, આધ્યાત્મિકતા અને ધ્યાનથી જ આપને સાચો સંતોષ આપ મેળવી શકશો. યોગ્ય પગલું આપના માટે સૌથી મહત્વનું છે, પણ તેનો અર્થ એવો નથી કે આપ વિશ્વને છોડી દો. સાથે જ આપ આ વિશ્વમાં રહેવા માટે એક ઉદાહરણ બેસાડવા માગો છો કે સારાં કર્મોનું ભાથું કેવી રીતે બાંધવું.

વૃષભઃ આ સપ્તાહે આપ જે કંઇ કરશો તેની અસર ભવિષ્ય પર થશે. આ જાતકો પોતાની જાતનું ઘણું ઊંચું મૂલ્યાંકન કરે છે અને તેને જાળવી રાખવા બધું જ કરે છે. તે માટે ફિલસૂફી, ધ્યાન અને કાર્યનો આશરો લેશો. સ્વાભાવિક રીતે તેના કારણે જરૂરિયાતમંદો અને બીમારની કાળજી લેવાની પ્રેરણા મળશે. આપનું જીવન હવે ભૌતિક અને લાગણીના ક્ષેત્રમાં પ્રગતિ કરશે. નવું ઘર કે નવો સંબંધ કેળવાય તેવી શક્યતા છે.

મિથુનઃ લોકો પર આપનો વિશેષાધિકાર રહેશે, ભૂતકાળમાં આપે વિવિધ યોજનાઓની બહુ રસપ્રદ રૂપરેખાઓ તૈયાર કરી હતી. પરંતુ કમનસીબે આ રૂપરેખાઓ કાગળ પૂરતી જ સીમિત રહી ગઇ હતી. પરંતુ આનો અર્થ એવો નથી કે આપે એ કમનસીબ બાબત રાતોની ઊંઘ ગુમાવી દેવી જોઇએ નહીં, કારણ કે આપનું આ સપ્તાહ આનંદ અને ખુશીઓની ભરતી લઇને આવ્યું છે. આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ કરી શકશો.

કર્કઃ પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સંભાળવા ૫ડશે, જેથી ચિંતાઓ ઘટી શકે. તમારા પ્રયાસો જો કે નિષ્ક૫ટ રહેશે. બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારો રચનાત્મકતા અને પ્રતિભાને તમે ખીલવી શકશો. અહીં જણાવેલી બાબતોને તમે અગ્રતાક્રમ આપીને તમારું યોગદાન આપશો. આ સપ્તાહમાં આપ સં૫ સુમેળ અને સંબંધોમાં ઉષ્માનો અનુભવ કરશો.

સિંહઃ આ સમય શાંતિથી બેસીને સફળતાનાં ફળ આરોગવાનો છે. આપ ઘણાં પ્રવૃત્ત રહી ચુક્યા છો હવે ગણેશજીએ આપની પર ઘણી કૃપા વરસાવી છે. ખાસ કરીને ઘર પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ, અને આનંદનો છે. પ્રણય અને રોમાન્સનાં ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળી શકશે. આ આશાવાદને કારણે આપ અન્યોની કાળજી લેવાની અને પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરી શકશો.

કન્યાઃ અત્યારે તમે જે જુઓ છો તેમાંનું મોટાભાગનું આ પૂર્વે જોઈ ચુક્યા છો. જોકે સરવાળે તમે સમયની સાથે આગળ ગતિ કરી શકશો. આ સમયગાળો તમારા માટે ઘણો રોમાંચક રહેશે. તમે ઘણાં લાંબા સમયથી કરવા ધારતા હતા તે મોટાં કાર્યોનો આ શરૂઆતનો ગાળો છે અને તે તમારા જીવનનાં ઘણાં પાસાંઓને અસરકર્તા બની રહેશે. તમારા દરેક સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. આપનો પરિવાર આ પરિસ્થિતિથી ઘણી ખુશી અનુભવશે.

તુલાઃ ફરીથી વાસ્તવિકતાઓ આપની સામે આવીને ઊભી રહે તે ૫હેલાં આપને મળેલો આનંદપ્રમોદનો સમય માણી લો. આરોગ્ય સારું રહેશે. સંબંધો અને રોમાન્સમાં વધારો થશે. ઉચ્ચ જીવનશૈલીને જાળવી રાખવા માટે તેમજ નાણાં સુરક્ષિત રાખવા માટે નક્કર ૫ગલાં લેશો. ઘરનું બજેટ તપાસશો તો આપને તેમાં થોડો ફેરફારો કરવાની અને ખર્ચ ૫ર સંયમ રાખવાની જરૂર લાગશે. આપની મિત્રાચારી ગાઢ બનશે.

વૃશ્ચિકઃ વિશ્વમાં સ્થાપિત ન થાય કે વિશ્વને અસર ન પહોંેચાડી શકે તેવી સફળતાઓનો કોઈ અર્થ નથી એ વાતની તમને અનુભૂતિ થાય. આ સમયગાળામાં તમે સંવાદો અને પરિસંવાદોમાં વ્યસ્ત રહેશો. તમે તમારા કાર્યક્ષેત્રને વધુ વિસ્તારવા પ્રયત્ન કરશો. તમે જે કંઇ કામ કરશો તે તમારા ભવિષ્યની બ્લૂ પ્રિન્ટ હશે અને તે તમારા લાભના સંદર્ભે જ નહીં પણ તમારી છબીના અનુસંધાને પણ હશે.

ધનઃ આ સપ્તાહમાં તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ટુંકાગાળાના અને લાંબાગાળાના નિર્ણયો લઇ શકશો. ઉપયોગી મદદ, સલાહ, સાથ મળી રહેશે. એકદમ અજાણી જગ્યાએથી અણધારી મદદ આવી મળે. આપના કામના સ્થળે થોડું ઘર્ષણ થાય તેમ લાગી રહ્યું છે. તમારા કામને તમે નવી રચનાત્મક યુક્તિઓના સહારે વધુ સરળ બનાવી શકશો. આત્મસંતોષને જાળવી રાખવા માટે સતત શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહેવાની ખાસ જરૂર છે.

મકરઃ આ અઠવાડિયે તમે કોઇ પણ કાર્યમાં વિજેતા થશો. તમારો ૫રિવાર બાળકો અને ‌િપ્રયજનો સૌ કોઇ અરસ૫રસની વાતચીતથી ઉત્સાહ અનુભવી શકશે. ફરવા માટે તમે રોમાંચકારી અજાણી શાંત જગ્યાએ જઇ શકશો. તમારામાં બધી જ પ્રકારની હકારાત્મક ભાવનાઓનું આગમન થશે. નિરાશા કે તકલીફ જરા પણ નહીં રહે, તમારું મનોબળ વધશે. પારિવારિક આનંદ પણ ઉઠાવી શકશો તથા કજિયા-કંકાસથી દૂર રહી શકશો.

કુંભઃ આ ઉન્નતિનો તબક્કો છે. પ્રગતિકારક વિચારો અને ફળદાયક પ્રવૃત્તિઓનું મહત્વ વધારે રહેશે. આપની વધેલી નાણાકીય ક્ષમતા આપને સુરક્ષિતતાનો અહેસાસ કરાવશે. આપ પોતાની ક્ષમતાઓ અને મૂલ્ય સમજશો અને તેથી બીજા પણ સમજશે. બૌદ્ધિક પડકારો પણ આપની સામે આવી શકે છે, પણ સમાન પ્રતિભા ધરાવતા લોકો સાથેના વિચાર વિનિમય દ્વારા આપ તેને પહોંચી વળશો. ચંદ્રની અસર હેઠળ આપ સ્વપ્નદ્રષ્ટા બની શકશો.

મીન: પ્રગતિ અનેક રીતે થતી હોય છે પણ ભૌતિક સફળતા સૌથી વધુ દ્રશ્યમાન હોય છે. પ્રાર્થના ,આધ્યાત્મિકતા ધ્યાન જ આપને સાચો સંતોષ આપી શકશે. યોગ્ય પગલું આપના માટે સૌથી મહત્વનું છે. તમારામાં ઉદારતા અને કરુણાના ગુણમાં વૃદ્ધિ થાય. લોકો તમારા સ્વભાવના આ બદલાવની નોંધ લેશે. કેટલાક નકારાત્મક પાસાઓની વચ્ચે તમે પારિવારિક હૂંફ અને પ્રેમ મેળવી શકશો

You might also like