સાપ્તાહિક રાશિ ભવિષ્ય: 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી

મેષ: કોઇપણ વ્યક્તિને પ્રમાણિકતાથી ચાહે  છે, પણ જ્યારે લાગણી વ્યક્ત કરવાની વાત આવે ત્યાં માર ખાઇ જાય છે. ગયા સપ્તાહના અભ્યાસને આગળ ધપાવીને આપ લોકો સાથે વધુ સારી રીતે વાતચીત કેવી રીતે કરી શકાય તે શીખી રહ્યા છો. સ્વાભાવિક રીતે જ આપ ઋજુતા અને કોઇ દ્વારા લેવાતી આપની  કાળજીનો આનંદ અનુભવી શકશો. જીવનમાં શું મેળવવા માંગો છો તેનુ પુનર્મૂલ્યાંકન કરંવાનો આ શ્રેષ્ઠ સમય છે.

સિંહ: આપ જે રીતે લોકોનો સંપર્ક કરી રહ્યા છો તે આપનો વધતો જતો આત્મ વિશ્વાસ અને સફળતા દર્શાવે છે. કોઇપણ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ માટે લોકોને મળવું આવશ્યક છે. આપના પરિવારજનો અને સ્વજનો આપના પગ જમીન પર રાખશે. થોડા ધીમા પડવાની પણ જરૂર છે. વધુ પડતા ઉત્સાહમાં પોતાની શક્તિ ખર્ચશો નહી. આ શક્તિને યોગ્ય દિશામાં વાળો અને આરામ કરો, નહીં તો તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ નડે તેવી શક્યતા છે.

ધન: નવાં શિખરો સર કરવાનું સપ્તાહ છે. આપે બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષેત્રમાં આ ઊંચાઇએ પહોંચવાનું છે. મુસાફરી સરળ રહેશે એ જ રીતે જીવન અને અન્ય લોકો પ્રત્યેનો આપનો અભિગમ પણ સરળ રહેશે. પરિવારની સુખાકારી અને સમૃદ્ધિ, નોકરી, ધંધા વ્યવસાયમાં પ્રગતિ, લગ્નજીવનમાં સંવાદિતા, આનંદ અને સારી સોબત આ બધું જ આપને આ સમયગાળા દરમ્યાન મળશે. અધૂરાં કાર્યો ચોક્કસ પૂરાં થશે.

વૃષભ: આપની કલ્પના, ક્ષમતા અને આશાવાદમાં જબરદસ્ત વધારો થશે. આપ પોતાના શોખ, નવી પ્રવૃત્તિઓ, મિત્રો અને નવાં ક્ષેત્રના અભ્યાસ તથા સંશોધન માટે સમય ફાળવશો. આ સમયે આપને તંત્ર મંત્ર ,નક્ષત્ર ભૌતિક રાસાયણિક શાસ્ત્રમાં રસ પડે તેવી પણ શક્યતા છે. આપ જે દૃષ્ટિકોણ મેળવશો તેનાથી વધુ સર્જનાત્મક બનશો. આ સમય ઘણાં બૌદ્ધિક ફાયદાઓ મેળવવાનો છે, જે આપની દૃષ્ટિ વિસ્તારશે.

કન્યા: આપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે. પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇપણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે. અને તે સાચા, ગંભીરતાથી તેમ જ હ્રદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.

મકર: આ સપ્તાહમાં આપને અચાનક જ વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે અને સમજાશે કે અત્યાર સુધી આપે અનુભવેલો સુખદ સમય ગઇ ગુજરી બની ગયો છે. ફરી એકવાર આપ ચિંતા અને ટેન્શનથી ઘેરાયેલા હશો. તેથી આપે ઘર અને કાર્યક્ષેત્રે જે તબદિલીની આશા રાખી હતી તે ફેરફારો થતાં વધારે સમય લાગશે. કોઇપણ રીતે આ સમય આપની તાકાત અને નબળાઇઓનું પુનરાવર્તન કરવાનો છે.

મિથુન: વ્યક્તિગત, ભાવનાત્મક, આધ્યાત્મિક અને આર્થિક દૃષ્ટિએ આપ એક પતંગિયાની જેમ વૃદ્ધિ પામો, વિકસો અને રૂપાંતરિત થાઓ. આ વિકાસ બૌદ્ધિક ક્ષેત્રે હોય તેવી પણ શક્યતા છે, જેમકે રિફ્રેશર કોર્સ, સંશોધન વગેરે. આ વિકાસયાત્રામાં સંદેશવેયવહાર અને સંપર્ક ઘણા મહત્વના છે તેથી ગણેશજી આપને એકલા નહીં પડી જવા માટે ચેતવે છે. લોકો આપને મદદ કરશે તેથી તેમની પર વિશ્વાસ મુકતા શીખો.

તુલા: આ સપ્તાહે આપની પ્રવૃત્તિઓ ખરેખર પ્રભાવશાળી, સરાહનીય અને અવિરત બની રહેશે. આપ આપની રીતે આનંદનો અનુભવ કરશો. આપના માટે આ સમય ફક્ત સારો જ છે એટલું જ નહીં આપ આ સમય દરમ્યાન પાર્ટી, ગીત-સંગીત તથા નૃત્ય પણ દિલથી માણશો. સૌથી સારી વાત એ છે કે આ તબક્કો સંપૂર્ણપણે આનંદ-પ્રમોદનો હશે. કામ અને સામાજીક મેળાવડામાં ભાગ લેવો બન્ને પ્રવૃત્તિઓ તમને ગમશે.

કુંભ: આ સમયગાળો એવો હશે જેમાં આપ મોજમજા અને મનોરંજન જેવી વસ્તુઓ ભૂલી જ જશો. બધી બાજુએથી તમામ પ્રકારનાં ટેન્શન અને ચિંતાઓ આપને ઘેરી વળશે. આટલું ઓછું હોય તેમ લોકો સાથે મુલાકાત, મિટિંગ, કોન્ફરન્સ જેવી વધારાની પ્રવૃત્તિઓથી આપનો કામનો બોજ વધશે. વધારામાં ઘરમાં રિનોવેશન કે સમારકામ શરૂ થશે તેનું પણ ટેન્શન રહેશે. ગણેશજી જણાવે છે કે ભગવાન આપની ચિંતાઓ દૂર કરવામાં આપને મદદરૂપ બનશે.

કર્ક: આ તબક્કામાં આપ જે કંઇ કરશો તેની અસર ભવિષ્ય પર થશે. કર્ક જાતકો પોતાની જાતનું ઘણું ઊંચું મૂલ્યાંકન કરે છે. અને તેને જાળવી રાખવા બધું જ કરે છે. તે માટે ફિલસૂફી, ધ્યાન અને કાર્યનો આશરો લેશો. સ્વાભાવિક રીતે તેના કારણે જરૂરિયાતમંદો અને બિમારની કાળજી લેવાની પ્રેરણા મળશે. આપનું જીવન હવે ઘણાં ક્ષેત્રે પ્રગતિ કરશે. નવું ઘર કે નવો સંબંધ કેળવાય તેવી શક્યતા છે.

વૃશ્ચિક: મહેનત કરશો એની સફળતા, ઓળખ તમને મળવાને લીધે તમે એ મહેનતનો આનંદ પણ માણી શકશો. એના લીધે ભવિષ્યમાં પણ તમને માન સન્માન મળી શકે છે. નાણાંને લગતી બાબતોને આપ ઘણું મહત્વ આપશો. નાણાંકીય બાબતો, આપની આવક, જવાબદારીઓ, મિલકત અને ભાવિ યોજનાઓ પાછળ આપ આપનું મગજ લડાવશો. પરંતુ આપત્તિના સમય માટે બચત સાચવી રાખવા સલાહ છે.

મીન: સાચું વલણ અપનાવવું એ આપની જીવનશૈલીનો અંતર્ગત હિસ્સો બની રહેશે. તેનો અર્થ એવો નથી કે આપ ખોટા માર્ગે જઇ રહ્યા છો. ફક્ત એટલું જ કે આ સપ્તાહે આપ દરેક કામમાં યોગ્ય વલણ અપનાવવાનો આગ્રહ રાખશો. આ આશાવાદી દૃષ્ટિકોણને કારણે આપ સુખ અને દુઃખ તથા દરેક કસોટીમાંથી સરળતાથી પાર ઊતરી જશો. આ તબક્કામાં આપ માન્યતાઓ, પ્રેરણા અને દિશાની સાચી સમજણ પણ મેળવી શકશો.

 

You might also like