Wedding Anniversary રિવ્યૂ

વી. કે. પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ‘વે‌િડંગ એનિવર્સરી’ ફિલ્મના નિર્માતા અચ્યુત નાયક અને કુમાર વી. મહંત છે, જ્યારે નિર્દેશક શેખર એસ. ઝા છે. ફિલ્મનું સંગીત અભિષેક રેઅે અાપ્યું છે. ફિલ્મના કલાકારો નાના પાટેકર, માહી ગિલ અને પિયાન્સુ ચેટરજી છે. ફિલ્મમાં કહાની (માહી ગિલ) અને નિર્ભય (નાના પાટેકર) છે, જે મુંબઈમાં રહે છે. એક વર્ષ પહેલાં અા બંનેની મુલાકાત ગોવામાં થઈ હતી. બંને અેકબીજા માટે જ બન્યાં હોય તે રીતે તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ. બંનેના જીવનમાં નૈતિકતા અને પ્રિન્સિપલ હતાં. તેઅો પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરી લીધાં.

પહેલી વાર ગોવામાં જ્યાં તેમની મુલાકાત થઈ હતી ત્યાં જ તેઅોઅે લગ્નની પહેલી એ‌િનવર્સરી મનાવવાનું નક્કી કર્યું. કહાની ગોવા સવારે જવાની હતી જ્યારે નિર્ભય સાંજે અાવવાનો હતો. કહાની પહેલાં પહોંચી જાય છે અને રાત માટે િવશેષ તૈયારીઅો કરવા લાગે છે. તે પહેલાં સ્પા જાય છે અને ત્યારબાદ અાવશ્યક વસ્તુઅોની ખરીદી કરવા માટે જાય છે. અા એક દિવસની તેની યાત્રામાં તેને કેટલાક યાદગાર લોકો મળે છે, જે તેના મન અને દિલ પર છાપ છોડી જાય છે. તે ઘરે જાય છે અને તૈયારી કરવામાં વ્યસ્ત બને છે. તે ઇચ્છે છે કે અા વિશેષ સમયે તે પોતાના પતિ માટે ખાસ રીતે તૈયાર થાય. તે તૈયાર થાય છે અને કેક અાવે છે. ડેકોરેશન પણ પૂર્ણ થાય છે. તેના પતિ નિર્ભયનો કોલ અાવે છે. તે કહે છે કે કેટલાંક વ્યાવસાયિક કારણોના લીધે તે ફ્લાઈટ પકડી શક્યો નથી. ઉદાસ થઈને તૂટેલા દિલ સાથે કહાની સૂઈ જાય છે. હવે કહાની શું કરશે તે જોવાનું છે.

http://sambhaavnews.com/

You might also like