પરસેવા પરથી સ્ટ્રેસ લેવલ માપતું પહેરી શકાય એવું સેન્સર

અમેરિકાના વિજ્ઞાનીઓએ માનવીનો પરસેવાે શોષી લે એવો વૉટરપ્રૂફ પૅચ તૈયાર કર્યો છે, જે પહેરનારી વ્યક્તિમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હૉર્મોન કેટલું પેદા થયું છે એની પણ જાણકારી આપે છે. દિવસ દરમ્યાન કુદરતી રીતે વધતા અને ઘટતા કોર્ટિસોલનું માપ મેળવતી ક્લિનિકલ ટેસ્ટ્સ ઇમોશનલ અને ફિઝિકલ સ્ટ્રેસનું પ્રમાણ પણ દર્શાવે છે.

એના કારણે ડૉક્ટરો દર્દીની અૅડ્રિનલ અથવા પિચ્યૂટરી ગ્લૅન્ડ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં એનું નિદાન કરી શકશે. પરસેવો થયા પછી પૅચ લગાવીને શરીરના સ્ટ્રેસ લેવલની એનાલિસિસ માટે એને ડિવાઇસ સાથે ક્નેક્ટ કરવાનો રહે છે. ડિવાઇસને કનેક્ટ કર્યા પછી થોડી ક્ષણોમાં એ પરિણામ આપે છે.

સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે, ‘આ પ્રક્રિયાને પરસેવાના સંવેદન સાથે નિસબત છે, કારણ કે એમાં સતત નૉન-ઇન્વેઝિવ પદ્ધતિએ વિવિધ ફિઝિયોલોજિકલ કન્ડિશન્સ માટે જુદાં-જુદાં જીવશાસ્ત્રીય સંકેતો-ચિહ્નોનું મૉનિટરિંગ થાય છે. આ પદ્ધતિના પરીક્ષણ દ્વારા જુદા-જુદા રોગોનાં વેળાસર નિદાન ઉપરાંત સ્પોર્ટ્સના પર્ફોર્મન્સ વિશે પણ અંદાજ બાંધી શકાય છે.’

divyesh

Recent Posts

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

4 mins ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

27 mins ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

40 mins ago

પેટ્રોલ બાદ હવે CNG-PNGના ભાવમાં થશે ભડકો

નવી દિલ્હી: ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક…

55 mins ago

ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના…

58 mins ago

ભીખાભાઈ ગાર્ડન પ્રેમીયુગલો અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

અમદાવાદ: શહેરના એલીસ‌િબ્રજના છેવાડે આવેલો ભીખાભાઇ જીવાભાઇ ગાર્ડન પ્રેમીયુગલોનો અડ્ડો બની ગયો છે. છેલ્લાં ઘણાં વર્ષથી ભીખાભાઇ ગાર્ડનની દરકાર રાખવામાં…

1 hour ago