Categories: Sports

IPL-ર૦૧૬માં વોટસન ૯.પ કરોડમાં વેચાયો

નવી દિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ ચાહકોમાં રાહ જોવામાં આવી રહી હતી તે હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) સિઝન-૯ માટે આજે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા શરૂ થઇ હતી. ઓસ્ટ્રેલિયાના ધરખમ ઓલરાઉન્ડર શેન વોટસન સૌથી મોંઘા ખેલાડી તરીકે વેચાયો હતો. શેન વોટસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૯.૫૦ કરોડમાં ખરીદી લીધી હતો. ભારતીય ખેલાડીઓમાં સૌથી ઊંચી બોલી પવન નેગી માટે બોલાઈ હતી. દિલ્હી ડેરડેવિલ્સે નેગીને ૮.પ કરોડમાં ખરીદ્યો હતો.

ભારતના સ્ટાર ખેલાડી યુવરાજસિંહનો ભાવ ગગડ્યો હતો અને સનરાઇઝ હૈદરાબાદે યુવરાજને સાત કરોડમાં ખરીદી લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જામી હતી. આખરે હૈદરાબાદે બોલી લગાવીને યુવરાજને ખરીદી લીધો હતો. છેલ્લા બે સત્રમાં આરસીબી અને દિલ્હી ડેરડેવિલ્સે યુવરાજને સૌથી ઉંચી કિંમતે ખરીદી લીધો હતો. સનરાઈઝ હૈદરાબાદે આશિષ નહેરાને ૫.૫૦ કરોડને ખરીદી લીધો હતો.

આઈપીએલમાં પ્રથમ વખત સામેલ થયેલા પુણે સનરાઇઝે પીટરસનને ૩.૫૦ કરોડમાં ખરીદી લીધો હતો. પીટરસનની હરાજી આજે પ્રક્રિયા શરૂ થયા બાદ સૌથી પહેલા બોલાઈ હતી. તેના માટે ગુજરાત લાઇન્સે પણ બોલી લગાવી હતી. ગુજરાત લાઇન્સે દક્ષિણ આફ્રિકાના ડેન સ્ટેઇન અને વેસ્ટઇન્ડિઝના ડેવેન સ્મિથને ૨.૩ કરોડમાં ખરીદી લીધો હતો. રાજસ્થાન રોયલ્સ ઉપર બે વર્ષનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પ્રથમ સત્ર માટે પ્લેયર ઓફ દ ટુર્નામેન્ટ બન્યો હતો.

હરાજીમાં ઉતરનાર ૩૫૧ ખેલાડીઓને ૭૧૪ના પુલમાં પસંદ કરવામાં આવ્યા છે. ઘણી ટીમોની નજર ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ મુક્ત થયેલા ખેલાડીઓ ઉપર રહી હતી. જે ડ્રાફ્ટ હેઠળ પુણે અને રાજકોટની ટીમોમાં સામેલ થયા નથી. આઇપીએલ માટે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા આજે ફરી શરૂ થઇ હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે અનેક સ્ટાર ખેલાડીઓ પર બોલી લાગી ગઇ હતી.

જેમાં સ્ટાર ખેલાડી અનવે ટ્વેન્ટી-૨૦ સ્પેશિયાલિસ્ટા યુવરાજ સિંહનો સમાવેશ થાય છે. હાલમાં જ ભારતીય ટ્વેન્ટી-૨૦ ટીમમાં સામેલ કરવામાં આવેલા ધરખમ યુવરાજ સિંહ પર સાત કરોડની બોલી લાગી હતી. સનરાઇઝ હૈદરાબાદ દ્વારા યુવરાજની ખરીદી કરવામાં આવી હતી. અનેક સ્ટાર ખેલાડી પર કોઇ બોલી લાગી ન હતી. જ્યારે કેટલાક ખેલાડી પર તેમની બેઝ પ્રાઇસ કરતા વધારે બોલી લાગી હતી. આજે હરાજી દરમિયાન સ્ટાર ખેલાડીઓ પર તમામની નજર રહી હતી.

યુવરાજ ઉપરાંત ક્રિસ મોરિસ પર સાત કરોડની બોલી લાગી હતી. અંતે ક્રિસ મોરિસને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા સાત કરોડમાં મેળવી લેવામાં આવ્યો હતો. મિસેલ માર્શને પુણેની ટીમે ૪.૮ કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો. જ્યારે ભારતના ઝડપી બોલર અને તાજેતરમાં પ્રમાણમાં સારી સફળતા મેળવનાર ઇશાંત શર્મા પર પણ પ્રમાણમાં ઉંચી બોલી લાગી હતી. ઇશાંતને પુણેની ટીમે ૩.૮ કરોડમાં ખરીદી લેવામાં સફળતા મેળવી હતી.

ધવલ કુલકર્ણીને ગુજરાત લાઇન્સ દ્વારા બે કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યો હતો. આજે હરાજીની પ્રક્રિયામાં જોરદાર સ્પર્ધા પણ કેટલાક ખેલાડીને લઇને જોવા મળી હતી. જયારે કેટલાક ખેલાડીઓ પર કોઇ બોલી લાગી નહતી.  જે ખેલાડીઓને કોઇ ખરીદી લેવા માટે તૈયાર થયા ન હતા તેમાં વેસ્ટ ઇન્ડિઝના ડેરેન બ્રાવો, ઓસ્ટ્રેલિયામાં ડેવિડ હસી અને ભારતના પ્રજ્ઞાન ઓઝાનો સમાવેશ થાય છે.

 

શ્રીલંકાના સ્પીનર અજંતા મેન્ડીસ પર પણ કોઇ ટીમે દાવ લગાવ્યો ન હતો.લ્ ભારતના મોહિત શર્માને પંજાબની ટીમે ૬.૫ કરોડમાં ખરીદી લીધો હતો. જ્યારે પ્રવીણ કુમારને ગુજરાત લાઇન્સ દ્વારા ૩.૫૦ કરોડમાં ખરીદી લેવામાં આવ્યો હતો. સ્ટુઅર્ટ બિન્નીને બેંગલોરની ટીમે બે કરોડની કિંમતમાં મેળવી લીધો હતો. સાઉથી પર ૨.૫૦ કરોડની બોલી લાગી હતી. આજે સવારે શરૂ કરાયેલી આઇપીએલ હરાજીને લઇને ભારે ઉત્સુકતા રહી હતી.

કાર્લોસ બ્રેથવેવને દિલ્હીની ટીમે ૪.૨૦ કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો. ટુંકા વિરામ બાદ હરાજીની પ્રક્રિયા જારી રહી હતી.પ્રથમ રાઉન્ડમાં શેન વોટ્સન સૌથી મોઘો ખેલાડી સાબિત થયો હતો. ઇન્ડિયન પ્રિમિયર લીગ-૯ માટે આજે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા શરૂ થઇ હતી જેમાં કેટલાક ખેલાડીઓની પ્રથમ દિવસે અવગણના પણ થઇ હતી જેમાં વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર ડેવેન બ્રાવોનો સમાવેશ થાય છે. ચેતેશ્વર પુજારા, અમલા, જયવર્ધને, ડેવિડ હસ્સી, માઇક હસ્સી સહિતના ખેલાડીઓ ઉપર વહેલી તકે ધ્યાન ગયું ન હતું.

આ તમામ ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ધ્યાન ખેંચી રહ્યા નથી. હરાજીના પ્રથમ દિવસે માર્ટિન ગુપ્ટિલ માટે પણ સ્પર્ધા જામી ન હતી. જે તાજેતરના સમયમાં સૌથી ધરખમ ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. ગુપ્ટિલની બેઝ પ્રાઇઝ ૫૦ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ચેતેશ્વર પુજારાની પણ બેઝ પ્રાઇઝ ૫૦ લાખ રૂપિયા જ હતી. જયવર્ધને, માઇક હસ્સી, ડેવિડ હસ્સી, રવિ બોપારા, અજન્ટા મેન્ડિસ જેવા ખેલાડીઓની બોલી લાગી ન હતી.

પ્રજ્ઞાન ઓઝા પણ અવગણના થઇ હતી. તેની બેઝ પ્રાઇઝ ૫૦ લાખ રૂપિયા હતી. એડમ વોગેશની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા હતી પરંતુ તેને ખરીદવા માટે કોઇ ટીમ આગળ આવી ન હતી. હરાજીના પ્રથમ દિવસે શેન વોટસન, યુવરાજ, ક્રિસ મોરિસ છવાયેલા રહ્યા હતા, તેમની સૌથી વધારે બોલી લાગી હતી.

Navin Sharma

Recent Posts

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

8 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

9 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

10 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

11 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

12 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

13 hours ago