ઈંતજાર ઓર અભીઃ RTEના બીજા રાઉન્ડ માટે રાહ જોવી પડશે

અમદાવાદ: નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ)માં એડ‌િમશનના પ્રથમ રાઉન્ડ પછી બીજા રાઉન્ડની સમયમર્યાદાનાં ઠેકાણાં નથી અમદાવાદ જિલ્લાનાં છ હજારથી વધુ બાળકો બીજા રાઉન્ડ માટે પ્રવેશથી વંચિત રહી ગયાં છે.

તેમનું હજુ પણ આરટીઇ એડમિશન મેળવવા માટે ૧પ દિવસથી વધુ સમયની રાહ જોવી પડશે. આ બાબત તેમના અભ્યાસને અસર થશે. રાજ્યભરમાં આરટીઇ અંતર્ગત ૧,૧પ,૯ર૦ વિદ્યાર્થીઓને પ્રવેશ લાયક ગણાયા હતા તે પૈકી પહેલા રાઉન્ડમાં ૮૦,૧૬૭ વિદ્યાર્થીઓને એડ‌િમશનની ફાળવણી કરાઇ છે. આથી હજુ રાજ્યભરમાં આરટીઇની લાયકાત ધરાવતા ૪પ,૭પ૩ વિદ્યાર્થીઓ હજુ બીજા રાઉન્ડ માટે પ્રવેશથી વંચિત રહી ગયા છે.

લઘુમતી શાળાઓએ હાઇકોર્ટમાં પિટિશનને પગલે મંગળવારે થયેલી સુનાવણી દ્વારા આગામી ૧૮ જૂને વધુ સુનાવણી રાખવામાં આવી છે અને ત્યારબાદ જ આરટીઇ એડમિશન માટેના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શકયતાના પગલે વિદ્યાર્થીઓનાં ભણતર વગરના દિવસો લંબાતાં રહે તેવી શકયતા છે.

કેટલાક વાલીઓ બાળકનું ભણતર ન બગડે તે માટે હવે ખાનગી શાળાઓમાં બાળકને એડ‌િમશન અપાવવા માટે મજબૂરીથી વળી રહ્યા છે. ૧૮ મેએ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાઇ હતી. ત્યારબાદ ર જૂને બીજી યાદી જાહેર કરવાની હતી. હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાના કારણે શાળાઓ શરૂ થઇ છતાં બીજી પ્રવેશ યાદી જાહેર ન કરાઇ હોવાથી વાલીઓ મૂંઝવણમાં છે.

હજુ આગામી સપ્તાહ સુધી બીજી યાદી જાહેર થવાની કોઇ શકયતા નહીં હોવાના કારણે બાળકોનો ર૦ થી ૩૦ દિવસનો અભ્યાસ બગડશે. અમદાવાદ (ગ્રામ્ય અને શહેર) જિલ્લામાંથી ૧૮,પ૮૪ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ ધોરણ-૧માં પ્રવેશ ફાળવાયાે હતાે. અમદાવાદ શહેરની ૧૭,૮૭૪ અરજીઓ માન્ય થઇ હતી. ૪૪ અરજીઓ રિજેકટ કરાઇ હતી.

અમદાવાદ શહેરના ૧૧,૮પર વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો હતો, જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૮,૩૬પ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો, બીજા તબક્કાની એડ‌િમશન યાદીમાં છ હજાર જેટલાં બાળકોને પ્રવેશ ફાળવવાનો બાકી છે, જેઓ યાદી જાહેર થવાની રાહમાં છે. આરટીઇમાં ચાલુ વર્ષે લઘુમતી શાળાઓનાં બાળકોને પ્રવેશના મુદ્દે કોકડું ગૂંચવાયું છે.

આ શાળાઓએ આરટીઇ એકટ તેમને લાગતો ન હોવાનો મુદ્દો આગળ ધરીને બાળકોને પ્રવેશ આપ્યો નથી એટલું જ
નહીં પણ હાઇકોર્ટમાં અપીલ કરી દીધી છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago