OMG! લીંબુ-ચમચીની રેસના બદલે વેઈટરોએ લગાવી થાળી-પીણાંની રેસ

મોંમાં ચમચી ભરાવીને એમાં લીંબું મૂકીને દોડ લગાવવાનાં બાળપણનાં સંસ્મરણ તાજાં થઈ જાય એવી એક ઈવેન્ટ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સમાં થઈ. અહીં વેઈટર્સ વચ્ચે રેસ લાગેલી અને તેમણે એક પ્લેટમાં પીણાંના ગ્લાસ લઈને એક જ હાથે પકડીને દોડવાનું હતું.

એક ટ્રેમાં કોકા કોલા, મિનરલ વોટર અને પીણું ભરેલો એક ગ્લાસ મૂકીને વેઈટરની અદામાં માત્ર એક હાથે પકડીને ૧૬૦૦ મીટરની દોડ પૂરી કરવાની હતી.

જો તમારી થાળીમાં પીણાંનું એક ટીપું પણ પડ્યું તો તમે આઉટ. આ રેસમાં ૩૬૮ સ્ત્રી-પુરુષોએ ભાગ લીધો હતો. જેમણે ભરચક રસ્તામાં આ ટ્રે સાથે બ્રિસ્ક વોક કરીને ૧૬૦૦ મીટર દૂરની ફિનિશલાઈન પાર કરવાની હતી.

You might also like