ભારતમાં MiTVને ટક્કર આપશે Vuના આ ત્રણ એન્ડ્રોઇડ TV..

0 44

Vu ટેલિવિઝને મંગળવારે ભારતમાં પોતાનું પ્રથમ એન્ડ્રોઇડ ટીવી રજૂ કર્યું છે. કંપનીએ Vu Official Android TVના ત્રણ મોડેલ ભારતમાં લોન્ચ કર્યાં છે. જેમાં એક 55 ઇંચ, બીજું 49 ઇંચ અને ત્રીજું 43 ઈંચનું મોડલ છે. ટીવીના આ ત્રણેય મોડેલમાં 4KUHD અને 10Wના સ્પીકર્સ જોડવામાં આવેલ છે. આ ઉપરાંત આ ટીવીમાં ગૂગલ વોઇસ અસિસ્ટેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ Vu ટીવીની સીધી ટક્કર ‘શાઓમી’ એ તાજેતરમાં લોન્ચ કરેલ MiTV4 અને MITV4Aની સાથે થશે.

55 ઇંચના મોડેલની કિંમત 55,999 રૂપિયા, 49 ઇંચના મોડેલની કિંમત 46,999 રૂપિયા, અને 43 ઇંચ મોડેલની કિંમત 36,999 રૂપિયા છે. આ ટીવીમાં સ્પેસિફિકેશન વિષે ચર્ચા કરીયે તો, તેમાં એન્ડ્રોઇડ નોઉગટ 7.0 સ્માર્ટ OS,ગૂગલ પ્લે-સ્ટોર્સ, YouTube,અને Netflix જેવા એપ્લિકેશન મળશે, સાથે તેમાં Hotstar,Facebook Video,Sony Liv અને ALT Balajiએપ પ્રી-લોડેડ મળશે, અને કંપનીએ એન્ડ્રોઇડ ઓરિઓ 8.0 અપડેટનું પણ કહ્યું છે.

આ બધા મોડેલમાં PS4KUHDડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 3840×2160 પિક્સલ છે. આ ઉપરાંત  ટીવીમાં કવોંકોર પ્રોસેસર, 2.5GB રેમ, 16 GBસ્ટોરેજ, Wi-Fi802.11ac, બ્લૂટૂથ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, 3 HDMIપોર્ટ, USBપોર્ટ અને હેડફોન જેક પણ છે, આ ત્રણેય ટીવીનું ફ્લિપકાર્ટથી વેચાણ કરવામાં આવશે.

loading...

Leave A Reply

Your email address will not be published.