Vtvના દર્શકોએ લોકપ્રિય યુવાન નેતાને ચૂંટી કાઢ્યા, જાણો કોણ મોખરે, કોણ ભોંયમા?

હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતના રાજકારણમાં કેટલાક યુવાન નેતાઓ સક્રિય થઈ રહ્યા છે. જો કે દરેક અલગ મુદ્દે અને અલગ અલગ મંચ પરથી પોતાનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ રાજ્યના યુવાનોમાં સૌથી લોકપ્રિય નેતા કોણ છે, તે આખરે જાણવા મળી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, Vtv App દ્વારા એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વીટીવીના દર્શકોએ પોતાનો લોકપ્રિય નેતા ચૂંટી કાઢ્યો છે. જેમાં હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનું હતું. આ સર્વેમાં ‘ચોથું કોણ?’ એવો પણ પ્રશ્ન પૂછવામા આવ્યો હતો. જો કે આશ્ચર્યજનક પરિણામ તો એ છે કે બતાવેલા ત્રણેય નેતામાંથી કોઈ લોકપ્રિય નહીં નીકળતા પ્રવિણ રામ આહિરે બાજી મારી હતી.

પાટીદારોના નેતા હાર્દિક, ઓબીસી મંચના નેતા અલ્પેશ અને દલિત મંચના નેતા જીગ્નેશ મેવાણીને પછાડી ગુજરાત જન અધિકાર મંચના યુવાને નેતા પ્રવિણરામ આહિરે બાજી મારી લીધી છે. સર્વે પ્રમાણે પ્રવિણ આહિર 52% સૌથી ઉપર છે, તો હાર્દિક પટેલ 28% સાથે બીજા નંબર પર છે અને અલ્પેશ ઠાકોર 9% સાથે ત્રીજા નંબર પર અને દલિત નેતા જીગ્નેશ મેવાણી 1% સાથે ચોથા નંબર પર છે.

ગુજરાતના લોકોએ તેજતર્રાર યુવાન નેતા તરીકે જેની પસંદગી કરી છે, તે પ્રવિણ રામ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. પ્રવિણ રામે ગુજરાત જન અધિકાર મંચ તરફથી ગુજરાત સરકારને લડત આપી છે. પ્રવિણે ફિક્સ પગાર મુદ્દે સરકાર સામે લડત આપી હતી, અને તેમાં સરકારે ઝૂકવું પણ પડ્યું હતું. જેનાથી ઘણા ફિક્સ પગારદારોને ફાયદો થયો હતો. જો કે હાર્દિક પટેલ બીજા નંબર પર લોકપ્રિય સ્થાને રહ્યો હતો. હાર્દિક પાટીદારોના અનામત માટે સરકાર સામે લડી રહ્યો છે, પરંતુ ઓબીસીના નેતા અલ્પેશ ઠાકોરની લોકપ્રિયતા ઘટી રહી છે.

You might also like