VIDEO: અમદાવાદમાં પાણી ચોરી મામલે Vtvનો ખુલાસો, પાણી માફિયા થયાં ઉઘાડા

અમદાવાદઃ શહેરમાં પાણી ચોર મામલે Vtvએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. Vtvનાં ઓપરેશનમાં પાણી ચોરનાં મોટા ખુલાસા થયાં છે. AMCનાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી પાણીની ખુલ્લેઆમ ચોરી થઇ રહી છે. દૂધેશ્વર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાંથી પાણીની ચોરી થાય છે.

પાણીનાં માફિયાઓ પાણી ચોરી કરીને પાણીને બહાર વહેંચી રહ્યાં છે. અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી પાણીચોરીનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ટેન્કરમાં પાણી લાવીને રૂ.1000 હજારથી 1200 સુધીનાં ભાવે બજારમાં વહેંચે છે. જયારે Vtvની ટીમે અહીંથી પાણી ભરીને જતાં ટેન્કરનો પીછો કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે, ટેન્કર અંકુર વિસ્તારમાં આવેલી એક ખાનગી સોસાયટીમાં પહોંચી હતી.

ખાનગી સોસાયટીઓમાં ટેન્કરની એન્ટ્રી કોર્પોરેશનનાં નામે અપાય છે. પૈસા આપો એટલે ટેન્કરનાં માલિક સોસાયટીમાં વહેંચાતુ પાણી આપે છે. ટેન્કરનાં માલિકો એક ટેન્કરનાં 1200 રૂપિયા લે છે. નર્મદાનું પાણી ટેન્કર માફિયાઓ બહાર વહેંચી રહ્યાં છે. પૂર્વનાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

ત્યારે અંકુર વિસ્તારની સોસાયટીમાં ખુલ્લેઆમ પાણીની ચોરી થાય છે. પાણી ચોરી બચાવવાનાં મેયરનાં પ્રયાસને બહુ મોટો ફટકો પડ્યો છે. AMC શહેરમાં 1100 MLD પાણી આપે છે. 1100 MLD પાણીમાંથી 220 MLD પાણીની ચોરી થાય છે.

જો કે, આ વર્ષે નર્મદાનાં પાણીની અછતને કારણે શહેરમાં 300 MLD પાણીની અછત વર્તાઇ રહી છે. શહેરમાં પાણીની અછતને કારણે પૂર્વ અને પશ્ચિમનાં કેટલાંય વિસ્તારમાં લોકોને પીવાનું પાણી હજી પણ મળતું નથી. અધિકારીઓ અને ટેન્કર ધરાવતા લોકો વચ્ચેની સાંઠગાંઠનાં કારણે પાણીનો આ ધંધો સતત વધતો જાય છે.

You might also like