VIDEO: અમદાવાદનાં યુનિ. વિસ્તારમાં ટ્રાફીક PI નકુમની દાદાગીરીનો વીડિયો વાયરલ

અમદાવાદઃ યુનિવર્સિટી વિસ્તારમાં ટ્રાફિક પીઆઈ કે.ડી નકુમનો દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થયો છે. દબાણ હટાવવાની કામગીરી કરતાં દરમ્યાન વિદ્યાર્થીને ધક્કો મારતો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરતાં હોય તેવું સ્પષ્ટપણે નજરે પડે છે. વધુ રકજક થતાં વિદ્યાર્થી પણ ગુસ્સે થાય છે અને પીઆઈને જોઈ લેવાનું કહે છે. ત્યારે વાત વધારે બગડી હતી અને પીઆઈએ વિદ્યાર્થીને ગાડીમાં બેસાડીને હવા કાઢી નાંખવાની વાત કરી હતી.

જઈએ છીએ
ચલ નીકળ, નીકળીએ છીએવાળી ચલ ફુટ
અમે સ્ટુડન્ટ છીએ અમારા પર કેમ આમ કરો છો પણ
હાલ ચલ નીકળ
ચાલતા જઈએ છીએ પણ, સ્ટુડન્ટ પર કેમ આમ કરો છો
સ્ટુડન્ટ સ્ટુડન્ટ કર મા નીકળ
અરે પણ અમે કંઈ કર્યું તો છે નઈ
અરે કરવાની ક્યાં કરશ ચલ નીકળ
અમે કંઈ કર્યું નથી તો કેમ આમ કરો છો
તને એકવાર કીધું કે ચલ નીકળ તો નીકળી જવાનું
પણ અમે કંઈ ક્રાઈમ નથી કર્યું તો કેમ નીકળ
અરે હું કહું છું એટલું નિકળ, એમ એમ
હા એમ જ નિકળ હું કહું છું એટલે નીકળ
એમ જ સ્ટુડન્ટ છે તે ભૂલી જજે દોસ્ત, હું પણ હતો સ્ટુડન્ટ
ક્રાઈમ કર્યું નથી તો વગર કારણે કેમ બોલો છો
નીકળ નીકળ તમે શું ક્રાઈમ કરો છો રોડ પર એ ખબર છે મને
કંઈ વાંધો નહીં આજે તમારા દિવસ છે અમારા પણ આવશે
આવશે જોવાઈ જશે
ઉપડ
હા અત્યારે તો ઉપડીશ પણ પછી બતાવીશ
હા ચલ નીકળ
જોવાઈ જશે અત્યારે
ઉભા રાખો ઉભા રો હું તને શિખવાડું
આને ગાડીમાં બેસાડો આને બહુ હવા છે
હવા છે ને હવા હું તને ભરાઉ
એક મિનટ પ્લીઝ મેરે કો મારના હૈ તો માર લીજીએ ડિસીપ્લીન છે કે નહીં
અહિંયા આવ તને શિખવાડું ડિસીપ્લીન

You might also like