Vtvએ કર્યો પર્દાફાશ, ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ, 10હજાર કરોડ ઠગ્યાં, ‘શગુન’ના બિલ્ડર સામે CBIમાં ફરિયાદ

કરોડો કમાવાની લાલચમાં ક્યારેક આપણે મહેનતથી કમાયેલા નાણાં મહાઠગના હાથમાં આપી દેતા હોઈએ છીએ. આવા જ એક મહાઠગની આજે આપણે વાત કરીશું. આ મહાઠગ છે હિંમતનગરનો. મૂળ રાજસ્થાનના આ વતનીનું નામ છે મનીષ શાહ. શગુન કંપનીના નામે આ શખ્સે લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા. માત્ર 30 મહિનામાં ડબલ કરવાની સ્કીમ લોંચ કરી. મનીષ શાહે એજન્ટને જોડયા અને આ એજન્ટોએ લાલચ આપીને નિર્દોષ લોકોના કરોડો રૂપિયા ઉઘરાવ્યા. આપણી અર્થવ્યવસ્થામાં એવો કોઈ જાદુ નથી કે તમારા નાણાં કોઈ જગ્યાએ કોઈ કંપની રોકે અને તમને 30 મહિનામાં આવું બંપર વળતર મળે. છતાં, નાણાંના લોભમાં આવીને આવા મહાઠગને કમાણી ધરી દેતા છેવટે એ રૂપિયા ખોવાનો વારો આવે છે.

જો તમને કોઈ પહાડોની વચ્ચે પ્લૉટ આપવાની વાત કરે તો? એ પ્લૉટ ધરોઈ ડેમની નજીક હોય અને બાજુમાં જ 7સ્ટાર રિસોર્ટ હોય. લોકોને કુદરતના સાંનિધ્યમાં એક પ્લૉટ ખરીદવા પર બીજો પ્લૉટ મફત આપવામાં આવશે, એવી લાલચ આપી લોકોને છેતરવામાં આવ્યા છે. હજારો લોકોની મહેનતના નાણાં ચાઉં કરી જનાર આ શખ્સ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ થઈ છે.

શગુન બિલ્ડ સ્કવેયર અને શગુન એગ્રી સ્પેસ સામે થયેલી ફરિયાદો વધારે ગંભીર હતી. વીટીવી ન્યૂઝને પણ સતત છેતરાયેલા નિર્દોષ લોકોના ફોન આવી રહ્યા હતા, જેના પગલે વીટીવીની ટીમ આ મામલે સત્યતા પારખવા માટે પહોંચી હતી. તો, જાણો Vtvનો વધુ અહેવાલ.

હજારો લોકોની સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરનારા મનીષ શાહની લાઈફ સ્ટાઈલ વૈભવશાળી છે. બોલીવૂડની હસ્તિઓ સાથે મિત્રતા એ મનીષનો શોખ છે. મનીષની પાર્ટી અને ઉદ્દઘાટનોમાં પણ બોલિવૂડની સેલિબ્રિટીઝ જોવા મળતી હોય છે.

શગુનના નામે કંપનીઓ ચલાવતા મનીષના નાણાં ઉઘરાવવાનું કામ તેના એજન્ટ કરતા હતા. ભોળા રોકાણકારોને ફસાવવા માટે મનીષે જે એજન્ટ તૈયાર કર્યા હતા તેમાંના જ એક એજન્ટ ભાઈલાલભાઈએ વીટીવીની ટીમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મેં મારા મિત્રો અને સગા-વ્હાલાંઓને શગુનમાં રોકાણ કરાવ્યું છે.

આ મહાઠગથી ચેતી જજો! તમારી મહેનતની કમાણીનું પાણી થશે!
એકના ડબલનો બેતાઝ બાદશાહ, કૌભાંડ હિંમતનગરથી થયું
‘શગુન’ કંપનીના નામે હજારોને છેતર્યાં
હાલમાં મયુરપંખ વિલા નામે સ્કીમ ચાલી રહી છે
ચીટફંડમાં હવે ગુજરાતનો વારો, તમે નારદા-શારદા ભૂલી જશો!
હજારો રડ્યા, તમે બચી ગયા?
30 મહિનામાં ડબલની સ્કીમથી છેતર્યા
હવે રોકાણકારો રડી રહ્યાં છે, તે મસ્ત ફરી રહ્યો છે
તમારા નાણાંથી બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે કરી રહ્યો છે મસ્તી!

You might also like