Categories: Gujarat

મતદારોને સ્માર્ટ કાર્ડ જેવું પ્લાસ્ટિકનું વોટર અાઈડી કાર્ડ મળશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના નવા નોંધાનારા મતદારોને હવે પ્લાસ્ટિકના સ્માર્ટકાર્ડ જેવા હવે વોટર અાઈડી કાર્ડ મળશે. જ્યારે જે મતદારો પાસે વોટર અાઈડી કાર્ડ છે તેમણે પ્લાસ્ટિકનું કાર્ડ મેળવવા માટે રૂ. ૩૦ ચૂકવવા પડશે. જાન્યુઅારી મહિનાથી મતદારોને પ્લાસ્ટિક કાર્ડ અાપવાની શરૂઅાત કરાશે.

જ્યારે ૧૮ વર્ષ પૂરાં કરી ચૂક્યા હોય અને મતદાર યાદીમાં પહેલી વાર મતદાર તરીકે એન્ટ્રી લઈ રહેલા નવા મતદાતાઓને નવું સ્માર્ટકાર્ડ જેવું દેખાતું ચૂંટણી પ્લાસ્ટિક કાર્ડ મળશે. આ અંગે ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી અનીતા કરવલે જણાવ્યું કે, ”૨૫ જાન્યુઆરી પછી આ કાર્ડ ઇશ્યૂ કરવાના શરૂ થશે, જે નવા મતદાતા માટે નિઃશુલ્ક હશે.”

સ્માર્ટકાર્ડ જેવા દેખાતા આ પ્લાસ્ટિક કાર્ડની ઉપયોગીતા એ રહેશે કે અન્ય ક્રેડિટકાર્ડ કે પાનકાર્ડ જેવી તેની સાઇઝ હોવાને કારણે એકસરખા માપને કારણે અન્ય કાર્ડની સાથે તેને સાચવવું સરળ બનશે એટલું જ નહીં, અત્યાર સુધી ચૂંટણી કાર્ડ લેમિનેટ કરાવવું પડતું હતું તેની પણ હવે જરૂર પડશે નહીં.
સ્માર્ટકાર્ડ અને પ્લાસ્ટિક કાર્ડ વચ્ચે એક નાનકડી ચિપ્સને બાદ કરતાં સરખાપણું રહેલું છે.

સ્માર્ટકાર્ડમાં એક ચિપ્સ હોય છે, જેમાં તમામ વિગતો સ્ટોર કરવામાં આવે છે, જેથી ચિપ્સમાં રહેલી લિન્ક મુજબ માહિતી મેળવી શકાય. જ્યારે હાલમાં મળનારું પ્લાસ્ટિક કાર્ડ તેના જેવું હશે, પણ સ્માર્ટકાર્ડ નહીં હોય.

હાલમાં ઇલેક્શન કાર્ડની સાથે આધારકાર્ડ લિન્ક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યાર બાદ ભવિષ્યમાં ઇલેક્શન કાર્ડ પણ સ્માર્ટ બની શકે છે. તાજેતરમાં જ આધાર કાર્ડની પ્લાસ્ટિક કાર્ડ તરીકે ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. તેમાં પણ નવું આધાર કાર્ડ કઢાવનાર વ્યક્તિને હવે પ્લાસ્ટિક કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે, જ્યારે જૂના આધારકાર્ડ ધારકને પ્લાસ્ટિક કાર્ડ મેળવવા માટે રૂ. ૨૫ ચૂકવવાના રહે છે. આમ હવે ઇલેક્શન કાર્ડ પણ પ્લાસ્ટિક કાર્ડ તરીકે મળવાના શરૂ થવાથી તેને સાચવવાનું સરળ બનશે.

અમદાવાદના કુલ ૩૯,૮૩,૫૮૯ મતદાતા ૨૫ જાન્યુઆરીથી નવા પ્લાસ્ટિક ચૂંટણીકાર્ડ મેળવી શકશે. હાલમાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલુ હોઈ તેમાં નવા મતદારોનો ઉમેરો થશે.

admin

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

7 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

8 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

9 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

10 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

10 hours ago