ઈન્ડોનેશિયામાં વર્ષનો સૌથી ઉંચો જ્વાળામુખી ફાટ્યો

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વિપ પર સોમવારે માઉન્ટ સિનાબંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે 5 કિલોમીટરની ઊંચાઇથી રાખ અને જ્વાળાઓ ઉડી રહી હતી. રાખની સાથે લાવા પણ બહાર નીકળીને વહેવા લાગ્યો હતો.

જ્વાળામુખી વિસ્ફોટમાં આ વર્ષનો સૌથી મોટો વિસ્ફોટ હોવાનો દાવો છે, કારણ કે જ્વાળામુખી બ્લાસ્ટ થયા બાદ 5થી 7 કિલોમીટર સુધી આ જ્વાળામુખીની રાખ ફેલાઇ ગઇ હતી.

દક્ષિણપૂર્વમાં 4.9 કિમી અને પૂર્વમાં 3.5 કિમી સુધી ગરમ રાખ ફેલાઇ હતી. જો કે જ્વાળામુખીની ઉંચી ઉડતી રાખ વચ્ચે પણ ફ્લાઈટના ઉડાણને કોઈ અસર થઈ નથી. આ રાખ મેડન શહેર અને કુઆલાનામુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી પહોંચી નથી. વર્ષ 2010માં વિસ્ફોટ થયા બાદથી જ આ જ્વાળામુખી નિષ્ક્રિય રહ્યો હતો. 2014 અને 2016માં પણ જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો.

You might also like