Categories: Sports

વિન્ડીઝ સામે શરૂઆતના ધબડકા બાદ કાંગારુંઓએ બાજી સંભાળીઃ વોજિસની સદી

હોબાર્ટઃ અહીં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ શરૂઆતના ધબડકા બાદ કરેલા શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સ્થિરતા આપી છે. એક સમયે ૧૨૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેનાર ઓસ્ટ્રેલિયાએ છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ત્રણ વિકેટે ૩૧૩ રન બનાવી લીધા છે. વોજિસ ૧૨૮ રને અને શૌન માર્શ ૭૦ રને રમી રહ્યા છે. ચોથા ક્રમે બેટિંગમાં આવેલા વોજીસે આજે તોફાની સદી ફટકારી હતી. તેણે ફક્ત ૧૦૦ બોલમાં ૧૬ ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી.

અગાઉ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી દાવની શરૂઆત બર્ન્સ અને ડેવિડ વોર્નરે કરી હતી અને પહેલી વિકેટની ભાગીદારીમાં ૭૫ રન ઉમેર્યા હતા ત્યારે બર્ન્સ ૩૩ રન બનાવી ગેબ્રિયલનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર જ્યારે ૧૦૪ રન હતો ત્યારે ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલો કેપ્ટન સ્ટીવ સ્મિથ ફક્ત ૧૦ રન બનાવીને વેરિકનની બોલિંગમાં બ્લેકવૂડ દ્વારા કેચઆઉટ થયો હતો. ૧૨૧ રનના કુલ સ્કોર પર ઝડપી બેટિંગ કરી રહેલો ડેવિડ વોર્નર ૬૧ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૬૪ રન બનાવીને વેરિકનનો શિકાર બન્યો હતો.

આમ ૧૨૧ રનમાં જ ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ પડી જતાં યજમાન કાંગારુંઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, પરંતુ ચોથા ક્રમે બેટિંગમાં આવેલો વોજીસ આજે કંઈક અલગ જ મૂડમાં જણાતો હતો. તેણે આવતાની સાથે જ કેરેબિયન બોલર્સને મેદાનની ચારે તરફ ફટકારવાનું શરૂ કર્યું હતું અને જોતજોતામાં ફક્ત ૧૦૦ બોલમાં જ ૧૬ ચોગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી લીધી હતી. વોજીસને બીજા છેડેથી શૌન માર્શનો સુંદર સાથ મળ્યો હતો. આ બંનેએ કેરેબિયન બોલર્સને કોઈ પણ જાતની મચક આપ્યા વિના પોતાની ટીમને સધ્ધર સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.

divyesh

Recent Posts

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

8 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

10 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

17 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

26 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

31 mins ago

Stock Market : સેન્સેક્સ 126 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,900ની નજીક

અમદાવાદ: આજે શરૂઆતે બજારમાં હળવું દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત દેખાઇ રહી છે. આ લખાઇ…

42 mins ago