Jio-Airtelને ટક્કર આપવા Vodafoneને રજૂ કર્યો ધમાકેદાર ઓફર

જીયો અને એરટેલમાં ચાલી રહેલા ડેટા વોરની વચ્ચે વોડાફોનની એક ખાસ ઓફર સામે આવી છે. સીમિત સમય માટેની આ ઓફર હાલ ચાલી રહેલી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વોડાફોને 392 રૂપિયાના રિચાર્જ પર એક કોમ્બો ઓફર લોન્ચ કરી છે. આ ઓફર અંતર્ગત યુઝરને ડેઇલીનો 1GB ડેટા અને અનલિમિટેડ લોકલ-સટીડી કોલ ઉપરાંત વધુ એક ખાસ સુવિધા મળી રહી છે.

આ રિચાર્જમાં યૂઝરને હોમ નેટવર્ક સિવાય રોમિંગ નેટવર્ક પર પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ કોમ્બો રિચાર્જની વેલિડીટી 28 દિવસ માટેની છે. જોકે આ પ્લાન માત્ર દિલ્હી-એનસીઆરના યૂઝર્સ માટે જ છે.

કંપનીએ એક નિવદેશમાં જણાવ્યુ કે, આ સિવાય 198 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ પ્લાન અંતર્ગત વોડાફોનથી વોડાફોન નેટવર્ક પર રોમિંગ અને લોકલ, બંને સ્તરે અનલિમિટેડ કોલની સુવિધા મળશે. 28 દિવસોની વેલિડિટી ધરાવતા આ પ્લાન અંતર્ગત યૂઝર્સને 2GB 4G ડેટા પણ આપવામાં આવશે.

વોડાફોન ઇન્ડિયાના દિલ્હી-એનસીઆરના વ્યવસાયના પ્રમુખ અલોક વર્માએ જણાવ્યું હતું કે, ‘દિલ્હી-એનસીઆરથી મોટી સંખ્યામાં વોડાફોનના પ્રીપેડ ગ્રાહક તહેવારો દરમિયાન ફરવા બહાર જાય છે. આ પૈકીના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમે આ ઓફર લોન્ચ કરી છે.

You might also like