Vodafone એ કર્યો નવો ધમાકો, ગ્રાહકોને મળશે આ ફાયદો

વોડાફોન ઇન્ડિયાએ પોતાના ‘સુપર પ્લાન’ સીરીઝ હેઠળ નવો ટેરિફ પ્લાન રજૂ કર્યો છે. વોડાફોનના આ નવો પ્લાનનો એરટેલના પ્રી-પેડ પ્રોમિસ ટેરિફ પ્લાન સાથે સ્પર્ધા કરશે. થોડા સર્કિલમાં 200 રૂપિયા નીચના પ્લાન લોન્ચ કર્યા બાદ આ વખતે ફરિ નવા પ્લાન સાથે વોડાફોને વાપસી કરી છે.

વોડાફોને સુપ પ્લાન્સ લાઇનઅપમાં 409 અને 459 રૂપિયાના બે નવા પ્લાન રજૂ કર્યાં છે. વોડાફોન સુપર પ્લાન સ્કિમનો હેતુ આ સર્કિલોમાં 2જી ડેટા પહોંચાડવાનો છે જ્યાં વોડાફોનનું 3જી/4જી કવરેજ પકડાતું નથી.

વોડાફોનના 409 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલ સાથે અનલિમિટેડ 2જી ડેટા આપશે. તેની સાથે 70 દિવસોની વેલિડેટીવાળા આ પ્લાનમાં 100 એસએમએસ પણ ફ્રી આપવામાં આવશે. જ્યારે 459 રૂપિયાવાળા પ્લાનમાં પણ આ રીતના ફાયદા હશે પરંતુ 84 દિવસની વેલેડેટી રહશે.

આ પ્લાનની કિંમત થોડા સર્કિલમાં ઘણી ફાયદાકારક રહેશે. જેમ કે જમ્મુ-કાશ્મીરમાં 409 રૂપિયાવાળાની કીંમત 359 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે થોડા સર્કિલમાં 459 રૂપિયાના પ્લાનની કિંમત 409 રૂપિયા રાખવામાં આવી છે. વોડાફોને આ બંને પ્લાન ગુપ્ત રીતે લોન્ચ કર્યો છે.

You might also like