Jio બાદ વોડાફોનનો ધમાકેદાર પ્લાન, માત્ર 69 રૂપિયામાં અનલિમિટેડ કૉલ્સ

દેશની બીજી સૌથી મોટી ટેલિકૉમ કંપની વૉડાફોને પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે જોરદાર બજેટ સુપરવીક ટેરિફ પ્લાન લૉન્ચ કર્યો છે. આ સુપરવીક પ્લાનમાં 7 દિવસની વેલિડિટીના માત્ર 69 રૂપિયા છે.

જો કે આ પ્લાનમાં ડેટાની જગ્યાએ કૉલને વધુ પ્રાયોરિટી આપવામાં આવી છે. આ પ્લાનમાં 69 રૂપિયામાં 7 દિવસ માટે અનલિમિટેડ કૉલ આપવામાં આવ્યા છે. જો કે આ પ્લાનમાં અનલિમિટેડ કૉલ્સની સાથે 500MB ડેટા પણ આપવામાં આવ્યો છે.

વૉડાફોન પ્રમાણે નવા પ્રીપેઈડ પ્લાન અનલિમિટેડ લોકલ એસટીડી કૉલિંગ અને 4G ડેટા આપશે. આ રિચાર્જ તમે માય વોડાફોન એપથી પણ કરાવી શકો છો અને કોઈ સ્ટોરમાંથી પણ કરાવી શકો છો.

વોટાફોનની જેમ રિલાયન્સ જિયોએ પણ એક અઠવાડિયાની વેલિડિટીનો પ્લાન લૉન્ચ કર્યો છે. જિયોએ 52 રૂપિયામાં અનલિમિટેડ કૉલ આપ્યા છે અને તે પણ 1.05 GB ડેટા સાથે. આ પ્લાનમાં દરરોજ 150MB ડેટાની લિમિટ રાખવામાં આવી છે.

You might also like