Vodafone લાવ્યું અનલિમિટેડ લોકલ કોલ્સ પ્લાન, Jioને આપશે ટક્કર

ભારત સંચાર નિગમ પછી, વોડાફોન ઇન્ડિયાએ જીયોને ટક્કર આપવા પોતાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. કંપની પોતાના પ્રી-પેડ ગ્રાહકો માટે અનલિમિટેડ લોકલ કોલ્સ પ્લાનની જાહેરાત કરી છે જેમાં ગ્રાહકોને 449 રૂપિયા પર અનલિમિટેડ લોકલ કોલ અને 3જી ડેટા મળશે.

જોકે આ પ્લાન કંપનીએ પબ્લિક માટે હજી જાહેર કર્યો નથી. પરંતુ પોતાના પસંદ કરેલા ગ્રાહકોને એસએમએસ દ્વારા ઓફર મોકલી રહી છે. હાલમાં મળેલી એક ટ્વીટ દ્વારા વોડાફોન પાછલા કેટલાક દિવસોથી પોતાના ગ્રાહકોને આપી રહી છે.

આ પ્લાન વિશે કંપનીની વેબસાઇટ પર કોઈ માહિતી ન હોવાથી એ સ્પષ્ટ છે કે કંપની પોતાના પસંદ કરેલા ગ્રાહકોને આ પ્લાન ઓફર કરી રહી છે.
ટેલિકોમ બ્લોગર સંજય બાફ્નાના ટ્વીટ પ્રમાણે, વોડાફોન કેટલાક દિવસોથી પોતાના પ્રી-પેડ ગ્રાહકોને આ પ્લાન ઓફર કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પ્લાન નવેમ્બર 8, 2016 સુધી જ ઉપલબ્ધ છે.

You might also like