Categories: Others Gujarat

અંબાજીમાં પાર્કિંગથી મંદિર સુધી દર્શનાર્થીઓને મિની બસમાં લઈ જવાશે

અમદાવાદ: ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળાને લઈ યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રદ્ધાળુઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા તૈયારી પૂરી કરી લીધી છે. ૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માના ચારણોમાં શીશ ઝુકાવશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાંથી માઈ ભક્તોએ પગપાળા પ્રસ્થાન કરી દીધું છે ત્યારે પહેલીવાર બાળકોનાં ખિસ્સામાં સંપર્ક નંબર ઓળખ સરનામું મૂકવાનું વાલીઓ માટે ફરજિયાત કરાયું છે. પહેલીવાર પાર્કિંગથી નિજ મંદિર સુધી વાહન વ્યવસ્થા કરાઈ છે.

૧૧૦૦થી વધુ એસટી બસો અંબાજીના મેળા માટે વધારાની દોડાવવામાંં આવશે. આ મેળાને પ્લાસ્ટિક મુક્ત અને વ્યસન મુક્ત બનાવાયો છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર આવેલા શ્રદ્ધાળુ માટેની ખાણીપીણીની વ્યવસ્થા માટે ઊભા કરવામાં આવેલા મંડપમાં પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, ડિશો પર પ્રતિબંધ મુકાયો છે. યાત્રીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સંખ્યામાં વધારો કરાયો છે. કુલ ૧૯૬ સ્થળો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે પાર્કિંગ પોઈન્ટથી યાત્રાળુ શ્રદ્ધાળુઓને મંદિર સુધી લઈ જવા માટે મિની બસની સુવિધા ઉપલબ્ધ હશે. અંબાજીના કચરો ન થાય તે માટે દિવસ ભર ટ્રોલીઓ દોડાવાશે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ બનાવાઈ છે.

યાત્રાળુઓ દર્શન માટે લાઈનમાં ઊભા રહે ત્યારે લીંબુ શરબત, પીવાનું પાણી અપાશે. ગરબાવાળા યાત્રીઓ, સિનિયર સિટીજન, દિવ્યાંગ, દંડવતી માટે સ્પેશિયલ અલાયદો ટ્રેક બનાવાયો છે. અંબાજીના માર્ગો ઉપર યાત્રીઓના વિશ્રામ માટે ૧૫ પાકા શેડ, ૮૨ વોટર પ્રૂફ શેડ બનાવાયા છે.

તમામ ૩૦ લાખ યાત્રાળુઓને વિના મૂલ્યે ભોજન અપાશે. મેળામાં શ્રદ્ધાળુઓ માટે વીમો લેવામાં આવ્યો છે. અંબાજીથી ૨૦ કિ.મી.ના વિસ્તારમાં ૧૧ સપ્ટેમ્બરથી ૧લી ઓક્ટોબર સુધી આગ, અકસ્માત હડતાળ, હુલ્લડ, પુર, વાવાઝોડું, ભૂકંપ ઘટના કે અન્ય કુદરતી આફત સામે રક્ષણ કવચ એટલે કે શ્રદ્ધાળુઓને માટે વીમાની વ્યવસ્થા કરાઈ છે.

ગત મેળા કરતાં આ વર્ષે વધુ ૨૦૦ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરાયા છે. શ્રદ્ધાળુઓ ટ્વિટર, ફેસબુક કે વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને સૂચનો અને ફરિયાદ કરી શકશે. તેમજ માહિતી પણ મેળવી શકશે.

દર પાંચ કિ.મી.ના અંતરે ટ્રેક્ટર દ્વારા કચરો ઉલેચાશે. દરેક વાલીએ તેમનાં સંતાનોના ખિસ્સામાં સરનામું સંપર્ક નંબર, ઓળખ વગેરે ફરજિયાત રાખવું પડશે. મોબાઈલથી ટોઈલેટની વ્યવસ્થા સહિત પીવાનાં પાણીનાં પાઉચ ન વપરાય તેનું પૂરતું ધ્યાન રખાશે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

11 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

11 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

11 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

11 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

12 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

13 hours ago