VIDEO: ઉત્તર ભારતમાં આવેલા વાવાઝોડાનો વીડિયો થયો વાયરલ….

સોશિયલ મીડિયામાં તોફાનનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ એ જ વાવાઝોડું છે જે છેલ્લા સોમવારે ઉત્તર ભારતમાં ભયંકર ધૂળની ડમરીઓ પોતાની સાથે લઈને ઉડ્યુ હતુ. સૌથી પહેલા તોફાનની અસર રાજસ્થાનના વિસ્તારમાં જોવા મળ્યુ હતુ. અહીં તેની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે જાણવા મળી રહી છે.

આ દરમ્યાન ઈન્ટરનેટ પર એક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો, આ વીડિયોને યુ-ટ્યુબ તેમજ વોટ્સએપ વડે લોકોમાં શેયર કરવામાં આવી રહ્યો છે. વીડિયો રાજસ્થાનમાં બનાવવામાં આવ્યો હોય એવુ કહેવામાં આવી રહ્યુ છે. વીડિયોમાં ભયાનક દ્રશ્ય તમે જોઈ શકો છો જેને વિમાનની બારીમાંથી બનાવવામાં આવ્યો છે.

પ્લેન લેન્ડ કરવાની સાથે સાથે ધુળની ડમરીઓ પણ ઉડતી નજરે પડી રહી છે. તે કોઈ પહાડ જેવી દેખાઈ રહી છે. વીડિયોમાં કોઈ વ્યક્તિ તોફાન જોઈને રાજસ્થાની ભાષામાં કહી રહ્યો છે કે આ તો ખુબ મોટુ અને ઝડપી વાવાઝોડુ આવી રહ્યુ છે અને દરેકને અંદર આવવા માટે પણ કહી રહ્યો છે. પણ તે વ્યક્તિનો ચહેરો તે વીડિયોમાં દેખાતો નથી.

ત્યારે એક તરફ મીડિયામાં એ ખબર પણ ચાલી રહી છે કે આ વીડિયો નકલી છે, આ વીડિયોના વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોને ઘરોથી બહાર ન નીકળવા, છત પર મુકેલા સામાનને હટાવી લેવા માટે, બાળકોને સ્કૂલ ન મોકલવા, મોબાઈલ ફોન ચાર્જ રાખવા, મીણબત્તિ અને બેટરી નજીક રાખવા, કોઈને ફોન ન કરવા, 2-3 દિવસનો ખોરાક સ્ટોક કરવા માટે આવા તમામ પ્રકારના મેસેજો અને આ વીડિયોને મોકલવામાં આવી રહ્યો હતો.

આ વીડિયો ભારતના કોઈ રાજ્યનો છે કે કેમ તેની કોઈ પુષ્ટિ સમભાવ ન્યુઝ કરતુ નથી, જેને કોઈ પ્લેનમાં યાત્રી દ્વારા બનાવવામાં આવ્યો છે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે માટે તેને વાયરલ વીડિયો તરીકે અહીં રજુ કરાયો છે

You might also like