કોહલીએ લીધો ‘વિરાટ’ નિર્ણય, ટીમ ઇન્ડીયાને થઇ શકે છે નુકસાન

0 4

જેનો ડર હતો એમ જ થયું. ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા ટીમ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમના ઉપકપ્તાન અજિંકય રહાણેન અંતિમ ઇલેવનમાં સમાવેશ કર્યો નહીં.

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રહાણેનો ટીમમાં સમાવેશ નહી કરવાનો નિર્ણય કોહલીનો યોગ્ય નહી હોવાનું વિશ્લેષકોનું માનવું છે. આફ્રિકાની ધરતી પર સ્ટેન, રબાદા, ફિલેન્ડર અને મોર્કેલ સામનો રહાણે કરી શક્યો હોત. ટીમ ઇન્ડીયમાં પાંચમા નંબરના ખેલાડી તરીકે રહાણે ખુબ ફીટ ખેલાડી છે.

રહાણેની કેરીયર પર નજર નાંખીએ તો તેણે 43 મેચમાં 73 ઇનિંગ્સમાં 44.15ની સરેરાશથી 2826 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં રહાણેને ટીમ ઇન્ડિયાનો ઉપકપ્તાન બનાવાની મોકલવામાં આવ્યો છે.

રહાણે પર દ્રવિડની જેમ ઇન્ડીયાની બહાર ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. તે સ્લિપનો ઘણો સરસ ખેલાડી છે. રહાણેએ તેની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી ન્યૂઝીલેન્ડમાં, બીજી લોર્ડસ અને ત્રીજી ઓસ્ટ્રેલિયામાં કરી હતી. તેણે નવ સેન્ચુરીમાંથી છ સેન્ચુરી વિદેશની ધરતી પર બનાવી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.