કારકિર્દીને આગળ ધપાવવા કામના બોજને મેનેજ કરવું જોઇએ: વિરાટ

ભારતીય સુકાની વિરાટ કોહલીએ સ્વીકાર્યું છે કે, હવે સમય આવી ગયો છે પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખે અને કારકિર્દીને આગળ વધારવા માટે કામના બોજ ને મેનેજ કરે. મુંબઈમાં યોજાયેલ એક કાર્યક્રમમાં વિરાટ કોહલીએ કહ્યું કે, ‘થોડી નાની-મોટી ઇજાઓ છે, અને હું તેમાંથી બહાર આવી રહ્યો છું. કામના દબાણની અસર દેખાવાની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ હવે મારે હવે સાવચેત રહેવાની જરૂર છે, કે મારે મારા શરીર, મગજ અને ક્રિકેટ સાથે કેવી રીતે આગળ વધું.

શ્રીલંકામાં ચાલી રહેલી ટી- 20 શ્રેણી માટે કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટે જણાવ્યું હતું કે, આ બ્રેક તેમને નવા પડકારો સામે તૈયાર થવામાં મદદ કરશે, જેની શરૂઆત IPLથી થશે. કોહલીએ આગળ જણાવ્યું કે, “આગળ વધવા માટે આ પ્રકારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તેને માણી રહ્યો છું. મને કોઈ પણ વસ્તુનો અભાવ નથી વર્તાઈ રહ્યો કારણ કે, મારા શરીરને ખરેખર આની જરૂર હતી. હું મેચો જોઉં છું, પરંતુ આ ક્ષણે મને એવું નથી લાગતું કે, મારે મેદાનમાં હોવું જોઈએ. આ સમયે હું મારા શરીરની જરૂરતોને અનુભવી રહ્યો છું’.

ટીમ ઈન્ડિયાના કેપ્ટને  જણાવ્યું કે, ‘આરામ બાદ હું IPLમાં વધુ ફ્રેશ રહીશ, અને મેદાનમાં વધુ સાવચેત રહીશ, હું લાંબા સમયથી રમી રહ્યો છું કદાચ ભાગ્યે જ કોઈ મેચ ચૂકી ગયો હતો, પરંતુ બધાને પોતાના શરીરની સાચવણી કરવી જોઇએ અને મારા માટે આ સમય ખુબ જ મહત્વપૂર્ણ છે.

ઘર પર પસાર કરી રેહલા કોહલીએ જણાવ્યું કે, ‘હું કલાકો સુધી બેસી રહુ છું, અને હું કલાકો સુધી આમ જ રહી શકું છું. જે ઊર્જા હું મેદાનમાં બતાવું છું ઘરમાં તેની વિપરીત રહેવું પડે છે કારણ કે, જ્યારે ઘરે હોવું ત્યારે હું બિલકુલ હલનચલન નથી કરતો માત્ર બેસી જ રહુ  છું’.

You might also like