Video: મોહમ્મદ શામીની દિકરી સાથે વિરાટ કોહલીનું ડાન્સ વાયરલ

વિરાટ કોહલીનું સોશ્યલ મીડિયા પર મસ્તી કરતા ફોટો અને વિડીયો ઘણી વાર વાયરલ થતા રહેતા હોય છે. હવે શ્રીલંકાની ટેસ્ટ સીરિઝમાં 3-0થી હરાવ્યા બાદ કોહલીનો ડાન્સનું વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન એક નાની બાળકી સાથે ડાન્સ કરી રહ્યો છે. તે બાળકી પણ ખૂબ ખુશ લાગી રહી છે અને ક્યારેક કોહલી ક્યારેક તેના સ્ટેપ ફોલો કરે છે તો ક્યારેક તે કેપ્ટનના ડાન્સ સ્ટેપ ફોલો કરી રહી હતી.

હકિકતમાં આ બાળકી બીજી કોઇ નહી ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની 2 વર્ષની દિકરી આહિરા છે. આહિરા અને કોહલીનો આ ડાન્સ વીડિયો, શમીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ આગાઉ કોહલી પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનની દિકરી ઝીવા અને હરભજન સિંહની દિકરી હિનાયા સાથે પણ પોતાની ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરી ચૂક્યો છે. ડાન્સ ફ્લોરને જોઇને લાગી રહ્યુ છે કે આ બંન્ને સ્ટાર્સ માટે દરેક ખેલાડીએ ફ્લોર ખાલી કરી દીધુ હોય. આહિરા અને વિરાટની આ ડાન્સ મસ્તીના વીડિયોને સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

You might also like