Categories: Cricket Sports

વિરાટ અને અનુષ્કાનો જિમનો વીડિયો થયો વાઇરલ

મુંબઇ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં રમતથી દૂર છે અને તે પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે સમય વિતાવી રહ્યો છે. ફિટનેસ ફ્રિક વિરાટ હાલમાં ગરદનની ઇજાથી પરેશાન છે.

છતાં પણ તે જિમનાં સેશન કરવાનું ચૂકયો નથી. ગઇ કાલે સાંજે વિરાટે પોતાની ફિટનેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જારી કર્યો ત્યારે તેને વાઇરલ થવામાં થોડી જ ક્ષણો લાગી. વિરાટ આ વખતે જિમમાં એકલો નહોતો. તેની પત્ની અનુષ્કા પણ તેની સાથે પરસેવો વહાવી રહી હતી.

આ વીડિયોમાં વિરાટ કહે છે કે મિત્રો આજે જિમમાં મારી સાથે ‘બોસ’ છે. એમ કહીને તે ફોનનો કેમેરો અનુષ્કા તરફ ફેરવી દે છે. અનુષ્કા અહીં એક ખાસ મશીન પર કાર્ડિયો એકસર્સાઇઝ કરી રહી છે. આ વ‌ીડિયોમાં વિરાટ અનુષ્કાને મોટીવેટ કરતો દેખાય છે. વિરાટ કહે છે કે હજુુ તે વધારે કરી શકે છે. આ દરમિયાન અનુષ્કા હસીને ‘રબિશ’ કહે છે.

થોડી સેકન્ડનો આ વીડિયો વિરાટ અને અનુષ્કાની ફિટનેસ પ્રત્યેની જાગૃતિ કહી આપે છે. હજુ વીડિયો જારી થયો તેને થોડા જ કલાકો થયા છે. સોશિયલ મીડિયા પર ૧પ લાખથી વધુ લોકો તેને જોઇ ચૂકયા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રમત ગમત પ્રધાન અને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રાજ્યવર્ધનસિંહ રાઠોડે વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. વિરાટે રાઠોડની પ્રશંસા કરતાં આ ચેલેન્જ સ્વીકારી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહેન્દ્રસિંહ ધોની અને પત્ની અનુષ્કાને ચેલેન્જ આપી હતી.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago