VIDEO: પોતાના ટ્રેનરની નકલ ઉતારતો ગોરીલા થયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોને અત્યાર સુધી 3 લાખ લોકોથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે અને 6 હજારથી પણ વધારે વાર શેયર કરવામાં આવ્યો છે.

ગોરીલા સામાન્ય રીતે પોતાની તાકાત માટે ઓળખાય છે. એવુ કહેવાય છે કે ગોરીલા માણસની ખોપડી હાથથી પકડીને તેને ફોડી શકે છે. પરંતુ અત્યાર હાલ તે બીજા કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ગોરીલાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમા તે સ્ટન્ટ કરતો દેખાઈ રહ્યો છે. ગોરીલાના આ અંદાજને લોકોએ ખુબ જ નિહાળ્યો છે. આ વીડિયો ફ્લોરિડાના બશ ગાર્ડન ટાંપા બે પાર્કનો છે જ્યા આ ગોરીલા પોતાના ટ્રેનરની નકલ કરતો દેખાઈ રહ્યો છે. ગોરીલાનુ નામ બોલિંગો છે જેના અદભૂત અંદાજને લોકો પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં ગોરીલા પોતાના ટ્રેનર રશેલની હુબહુ નકલ કરતા દેખાઈ આવી રહ્યો છે. સૌથી પહેલા તે એમ જ બેઠો જેમ તેની ટ્રેનર રશેલ બેઠી હતી. તેના પછી જેમ જેમ રશેલ કરતી ગઈ તે પણ તેમજ તેની નકલ કરતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 3 લાખ લોકોથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે અને 6 હજારથી પણ વધારે લોકોએ શેયર પણ કર્યુ છે.

You might also like