VIDEO: નવસારીમાં ટ્રાફિક પોલીસનો પૈસા પડાવતો વીડિયો વાયરલ

નવસારીઃ ટ્રાફિક પોલીસ પૈસા પડાવતો હોવાનો વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવસારીમાં વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો ટ્રાફિક પોલીસનો એક વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. કે જેમાં વીડિયોમાં વાહનચાલક પાસેથી પોલીસકર્મી પૈસા લઇ રહ્યો છે.

લાયસન્સ ન હોવાંને કારણે ગેરકાયદેસર રીતે પોલીસકર્મી પૈસા પડાવતો હોય છે. મહત્વનું છે કે વાહન ચાલકને દંડ ફટકારવાનાં બદલે પોલીસકર્મીએ કટકી મારી હતી. આ વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઊભાં થયાં છે.

મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવા માટે આકરા નિયમો બનાવવામાં આવ્યાં છે પરંતુ પૈસા કમાવવાનાં ચક્કરમાં જો ટ્રાફિક પોલીસ લેટ ગોની ભાવના રાખે તો પછી પ્રજા ક્યાંથી સુધરશે.

ત્યારે આ જ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલ લાંચ લેતાં જોવાં મળ્યો. પૈસા લઇને કોન્સ્ટેબલે વાહનચાલકને છોડી દીધો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના ટાટા બોય્સ સ્કૂલ પાસેની છે.

You might also like