અમદાવાદમાં ટ્રાફિક જવાનનો લાંચ લેતો VIDEO વાયરલ

અમદાવાદઃ શહેરનાં ઠક્કરનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસકર્મીનો લાંચ લેતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં TRB જવાન લાંચ લેતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રાફિક પોલીસકર્મીએ બાઈક ચાલક પાસેથી રૂપિયા લીધા હતા.

જેનો કોઈ સ્થાનિકો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ચાર રસ્તા પર કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાથી ટ્રાફિક નિયમ તોડતા મેમો આવતો હોય છે. કેમેરા હોવા છતાં પણ પોલીસ દ્વારા દાદાગીરી કરીને લાંચ લેવામાં આવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી થશે તે આગામી દિવસોમાં જોવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરાનાં કરજણ ટોલનાકા નજીક ખાખીને શર્મસાર કરતો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. કરજણ ટોલનાકા નજીક ટ્રક ચાલકો પાસેથી ખુલ્લેઆમ 1-1 હજારની લાંચ લેતો એક વીડિયો સામે આવ્યો હતો.

આ વાયરલ વીડિયોમાં વડોદરા રૂરલ પોલીસની કાર પાસે બે શખ્સો ટોલનાકા પાસે ઊભાં છે અને ટોલનાકા પરથી પસાર થતાં તમામ ટ્રકોને રોકીને 1-1 હજાર રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.

મહત્વનું છે કે જે ટ્રક ચાલકો છે તે હિમાચલ પ્રદેશનાં ટ્રક ચાલકો છે કે જેમની પાસેથી રૂ.1-1 હજાર ગેરકાયદેસર રીતે પડાવવામાં આવ્યાં છે. કાયદાનો ડર બતાવી પોલીસે કરી ‘ઉપર’ની ઉઘરાણી કરી હતી.

આ રૂપિયા આપ્યાં બાદ જ ટ્રક ચાલકને આગળ જવા દેવામાં આવી રહ્યાં છે. જો કે એક જાગૃત ટ્રક ચાલકે આ લાંચિયાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. મહત્વનું છે કે, પહેલાં તો આ લાંચિયા અધિકારીઓ ટ્રક ચાલકોને 6થી 7 હજાર દંડ ફટકારવાની ધમકી આપે છે.

જે બાદ 2 હજાર રૂપિયાની લાંચ માગે છે અને અંતે 1-1 હજાર રૂપિયા લઈને ટ્રક ચાલકોને જવા દેવામાં આવે છે. ત્યારે કોણ છે આ ખાખીને બદનામ કરતા આ લાંચિયા અધિકારીઓ તે પણ એક મોટો સવાલ છે.

You might also like