VIDEO: સુરતનાં વરાછામાં યુવક-યુવતીની દાદાગીરીનો વીડિયો વાયરલ

સુરતઃ શહેરનાં વરાછા વિસ્તારનો એક વાયરલ વિડિયો સામે આવ્યો છે. જેમાં ખુલ્લેઆમ છરા જેવા હથિયાર સાથે યુવક અને યુવતી રોડ પર ઉતરી આવ્યાં હતાં. આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેઓ સ્થાનિકોને ખુલ્લેઆમ ગભરાવતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઇ આવે છે. જો કે આ મામલે કોઈ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

જો કે આ વીડિયો મામલે પોલીસ કમિશ્નર સતીષ શર્માએ આ વાયરલ વીડિયો મામલે તપાસનો આદેશ આપ્યો છે. આ વાયરલ વીડિયોની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. જો આ વાયરલ વીડિયોમાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવશે તો તેમનાં વિરૂદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે.

You might also like