VIDEO: કર્ણાટકનાં ફ્લોર ટેસ્ટ પર લોકોની ફની પ્રતિક્રિયા, રાજકીય સ્થિતિનું કરાયું અલગ-અલગ વર્ણન

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટે સમય આપી દીધો છે. સત્તા હાંસલ કરવા માટે શનિવારે 19 તારીખનાં રોજ સાંજે 4 વાગે બહુમતિ સાબિત કરવી પડશે. ત્યારે સોશિયલ મીડિયામાં ફ્લોર ટેસ્ટ મુદ્દે ફની પ્રતીક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો હતો. ફ્લોર ટેસ્ટ પર અમિત શાહની શું સ્થિતિ હશે તેમજ અન્ય પાર્ટીની રણનીતિ પર લોકોએ જાતજાતની ફની પ્રતિક્રિયા આપી છે.

કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈએ ભલે ભાજપને સત્તા માટે આમંત્રણ આપી રાજકીય દાવ ખેલ્યો હોય પરંતુ સુપ્રીમ કોર્ટે વજુભાઈ અને ભાજપને ઝટકો આપ્યો છે. હવે શનિવારનાં રોજ કર્ણાટકમાં કોની સરકાર બનશે તેનાં માટે ફ્લોર ટેસ્ટ આપવો પડશે અને જેની બહુમતિ હશે તેની જ સરકાર બનશે.

તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ આ અંગે ફની પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો હશે. ફ્લોર ટેસ્ટનાં નામે કયા રાજકીય નેતાની કેવી સ્થિતિ હશે તેનું વર્ણન ફની મીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કર્ણાટક ફ્લોર ટેસ્ટ પર સૌ બે મીમ રજૂ કરવામાં આવી છે.

જેમાં બીજા મીમમાં અમિત શાહ ફ્લોર ટેસ્ટ માટે એમેઝોનમાં સારા ધારાસભ્યની શોધ કરતા જોવાં મળ્યાં હતાં. ત્રીજા મીમની વાત કરીએ તો તેમાં હાલ કર્ણાટકનાં ધારાસભ્યની શું સ્થિતિ છે તે બતાવવાનો પ્રયાસ કરાયો છે.

ચોથા મીમની જો વાત કરીએ તો અમિત શાહનો એક ડાયલોગ રજૂ કરાયો. જેમાં “મેં સત્તા મેં આતા હું, સમઝ મેં નહીં. પાંચમાં મીમમાં અમિત શાહ શનિવારે સાંજે ચાર વાગે ફ્લોર ટેસ્ટ આપતા જોવા મળ્યાં.

બીજી બાજુ છઠ્ઠા મીમમાં આશુતોષ સવાલ કરતા જોવાં મળ્યાં કે આ ફ્લોર ટેસ્ટ કેવો હોય છે. ત્યાર બાદ સાતમાં મીમની વાત કરીએ તો તેમાં યેદીયુરપ્પા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. આ તરફ આઠમા મીમમાં ભાજપ દિવાલ પર ચઢીને ફ્લોર ટેસ્ટ આપતું નજરે જોવાં મળી રહ્યું છે.

ફની મીમની સાથે ઘણાં બધાં લોકોએ ફની વીડિયો પણ પોસ્ટ કર્યા હતાં. જેમાં મન કી બાત નામથી વીડિયો ટ્વીટ કરતાં લખવામાં આવ્યું કે ભાજપ અને યેદીયુરપ્પા આ રીતે બહુમતિ સાબિત કરશે.

આ તરફ પ્રતિશ નામથી એક વીડિયો પણ પોસ્ટ કરાયો છે જેમાં ફ્લોર ટેસ્ટની શોર્ટ ફિલ્મ પણ જોવા મળી હતી. આમ હવે ફ્લોર ટેસ્ટમાં કોની જીત થશે એ તો શનિવારે જ ખબર પડી જશે. પરંતુ હાલ ભાજપ અને કોંગ્રેસ સોશિયલ મીડિયામાં નિશાના પર છે. યેદીયુરપ્પા તો વિચારતા હશે કે જો ફ્લોરટેસ્ટમાં ફેલ થયા તો ફક્ત બે જ દિવસનાં CM બનીને રહી જઈશું.

You might also like