VIDEO: ડ્રીમ સીટીનાં કૌભાંડને લઇ અમદાવાદનાં મેયર ગૌતમ શાહની ઓડિયો ક્લિપ વાયરલ

ગુજરાતઃ રાજ્યનાં મોટા શહેરોમાં ડ્રીમ સીટીનાં નામે લોકો પાસેથી રૂપિયા પડાવતી ખાનગી કંન્સ્ટ્રક્શન કંપની સામે ગંભીર આક્ષેપો થયાં છે. જેનો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ અમદાવાદનાં મેયર ગૌતમ શાહ સાથે વાતચીત કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. કૃણાલ પટેલ નામનાં વ્યક્તિએ એવાં ગંભીર આક્ષેપો કર્યા છે કે જેની અંદર સ્પષ્ટપણે ગૌતમ શાહ પર પણ આક્ષેપો થઈ રહ્યાં છે.

ડ્રીમ સીટી બનાવવાનાં નામે 100 વિઘા જમીન પર 1 હજાર વિઘા રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો છે. જો કે બાદમાં સમાધાન પછી અડધી રકમ પરત આપી બાકીનાં રૂપિયા પડાવી લેવાનાં આક્ષેપ થયાં છે. જેમાં કૃણાલ પટેલે મેયર ગૌતમ શાહને કોર્ટમાં જવા કહ્યું હતું અને જો નહીં જાય તો શાહ વિરૂદ્ધ હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનું પણ જણાવ્યું છે.

જો કે બીજી બાજુ કૃણાલ પટેલે આ કૌભાંડ બહાર લાવવા બદલ તેને ધમકી મળતી હોવાનો આક્ષેપ પણ તેઓ કરી રહ્યાં છે. કૃણાલ પટેલે જણાવ્યું કે તેમને આ કેસમાંથી પાછા હટી જવા માટેની ધમકીઓ મળી રહી છે.

00.00થી 00.13 (13 સેકન્ડ)
કૃણાલ પટેલઃ હેલો ગૌતમભાઈ
ગૌતમ શાહઃ હા જી..
ડૉ. કૃણાલ બોલું છું મહેસાણાથી..
ગૌતમ શાહઃ હા બોલો ભાઈ…

00.19થી 1.22 (1.03 મિનિટ)
કૃણાલ પટેલ: તમે જે 5 હજાર કરોડનું કૌભાંડ કર્યું, એ સાચી વાત છે.
ગૌતમ શાહ: તમને શું લાગે છે?
કૃણાલ પટેલ: હું માની શકું, ખબર નથી પડતી મીડિયાવાળા કેમ બતાવે છે.
ગૌતમ શાહ: હું આજથી 9-10 વર્ષ પહેલા મારી સાથે 20થી 25 લોકો જોડાયા હશે. હું ઘણાં સમયથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. પણ કોઈ બે લોકોએ આખું ઉભું કરીને આ રીતે કર્યું, મને સમજણ નથી પડ તી કે કેમ આવું થયું.
કૃણાલ પટેલ: તમે નિર્દોષ હોય તો કોર્ટમાં કેસ કરી શકશો ને, તમારા પર આવો ખોટો આક્ષેપ કરવામાં આવ્યો તો તમે કોર્ટમાં જઈ શકોને ન્યાય માટે, તમે તો મેયરની પદવી પર છો તો તમારે જવું જ જોઈએ.

2.19થી 3.05 (86 સેકન્ડ)
કૃણાલ પટેલ: હું જાગૃત નાગરિક તરીકે તમને એટલી જ સલાહ આપીશ, તમે મારા કરતા વડીલ છો, તમે તમારા ન્યાય માટે કોર્ટમાં અપીલ કરજો. હું તમને 4 દિવસનો સમય આપું છું. તમે નહીં કરો તો તમારા પર હું PIL કરીશ હાઈકોર્ટમાં.
ગૌતમ શાહ: જી…જી…
કૃણાલ પટેલ: બરાબર છે, તમે આનો બને એટલો અને તમે જે પદવી પર છો, અમે ભાજપ સરકાર લાવ્યાં હોય એટલે એનો મતલબ એવો નહીં કે લોકો અમારા પર મેણા મારે. તમે જે સરકારને લાવ્યા તે સરકારનાં નેતાઓ એટલા ભ્રષ્ટ છે. જેથી અમારે મોઢું બતાવવા લાયક ક્યાંય રહેતું નથી. અમારે તમારા પર કોઈ એક્શન ન લેવું પડે. હું એક રૂઢીચુસ્ત તટસ્થ અને સાચું કહેનારો માણસ છું.
ગૌતમ શાહ: ચોક્કસ..ચોક્કસ..

You might also like