Categories: Surat Gujarat

VIDEO: કામરેજનાં ભાજપનાં ધારાસભ્યનાં પુત્રની દાદાગીરીની ઓડિયો ક્લિપ વાઇરલ

સુરતઃ શહેરનાં કામરેજનાં ભાજપનાં ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનાં પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્યનાં પુત્ર શરદ ઝાલાવાડિયા અને તેનાં મિત્ર શૈલેષ સામે ફરિયાદ નોંધાઇ છે. ત્યારે હવે રોષે ભરાયેલા શૈલેષ મેરે અને ધારાસભ્યનાં પુત્રે યુવકને ધમકી આપી છે.

બંન્ને લોકોએ ફોન પર યુવકને ધમકી આપી છે. ધમકી આપતી ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયામાં ધારાસભ્યનો પુત્ર એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

MLAનાં પુત્રની દાદાગીરી:
હેલ્લો કોણ બોલો છો?
શરદ બોલુ છું.
તને VDનો વાંક છે એવું તને કહેવાનું કોણે કહ્યું @#@#@#.
યુવકઃ ભાઈ તમે મને ગાળ ન આપો. તને જેણે કહ્યું હોય તેને કહો.
તું નામ દઈને કહેવા કેમ ગયો હતો. પેલો મને કહે છે. અલ્પો મને આવીને કહીને ગયો છે. તને કોણે કીધું છે. તને જેણે કીધું છે તેને હું ગાળ આપું છું.
યુવકઃ મને ત્યાંથી 2 લોકોએ વાત કરી હતી. લલીત અને બીજા ભાઈએ કહ્યું છે કે, VDનો ભાગ છે.
કયો લલીત?
એને મોકલ મારી પાસે @#@#. તમે લોકો શું કરો છો મને ખબર છે. મારૂ નામ ક્યાંય પણ ખરાબ ન કરતો. મારૂ કંઈ પણ નથી. કંઈ નથી તો નિકળી જાઓ.
બાકી તારે મીડિયા લાવી હોય તો મીડિયા લાવ. હાઈ કમિશ્નરને લાવવું હોય તો તેને લાવ. આ બધી વાતમાં મારા પપ્પાનું નામ ક્યાંય પણ લાવતો નહીં.
તને જે માણસો કહે છે. તેને બાંધીને રાખજે. જેથી કરીને આગળ હું આવું તો તે માણસ ફરી ન જાય. બાકી એ માણસ ફરી જશે તો તારી @#@# જશે.

યુવકઃ તમે મને નેટ ધમકી આપો છો?
હા નેટ ધમકી જ સમજ. તારી પાસે પ્રુફ હોય તો લાવજે. બાકી મારૂ નામ લેતો નહીં.
તું કરતો જ રહીશ તે પાકું છે ને?
યુવકઃ હા 100 ટકા. તમે ધમકી આપીને કહો તો મારે 100 ટકા કરવાનું જ છે.
તો વાંધો નહીં. મારી 2 ગાડીમાં મને કંઈ થવાનું નથી. તારે સુરતમાં રહેવાનું છે ને?
યુવકઃ તમે મને સુરતમાં રહેવાની ધમકી આપો છો?
હા તો તારે કરવું જ છે તો. શૈલેષ મારો ભાઈ છે એ કંઈ પણ ન કરે.
મારી પાસે 2 લોકોનાં નામ આવ્યાં છે. તને જે લોકોએ નામ આપ્યાં છે તેનાં નામ આપ. આપણે તેને પુરા કરી નાખીશું.
મારે હજી ચાલુ કર્યાને 2 દિવસ થયાં છે. મારે અહીંયા રોજ 100 ગાડીઓ નથી નિકળતી.
અત્યાર સુધી માત્ર 7 ગાડીઓ નિકળી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

11 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

12 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

12 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

12 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

13 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

13 hours ago