RBI માં વધુ એક ગુજરાતીની નિમણૂંક, ડેપ્યૂટી ગવર્નર તરીકે વિરલ આચાર્યની પસંદગી

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વિરલ આચાર્યને ડેપ્યૂટી ગવર્નર તરીકે વિરલ આચાર્યની નિમણૂંક કરવામાં આવી છે.  હવે આગળના 3 વર્ષ સુધી વિરલ આચાર્ય આરબીઆઇના ડેપ્યૂટી ગવર્નર બનેલા રહેશે. વિરલ આચાર્ય, ન્યૂયોર્ક યૂનિવર્સિટીના ઇકોનોમિક્સ પ્રોફેસર છે અને 2008 માં ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી જોડાયેલા છે. વિરલ આચાર્યએ આઇઆઇટી મુંબઇથી કોમ્પ્યૂટર સાયન્સ અને એન્જિન્યરિંગની સ્ટડી કરી છે. ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી ફાઇનેન્સમાં પીએચડી કર્યું છે.

વિરલ આચાર્ય પાસે બેંક ઓફ ઇગ્લેન્ડમાં પણ કામ કર્યાનો અનુભવ છે. વિરલ આચાર્યના પોર્ટફોલિયોમાં બેંક, કોર્પોરેટ ફાઇનેન્સ અનવે ક્રેડિટ રિસ્કવા રિસર્ચ વર્કનો પણ સમાવેશ થાય છે. વિરલ આચાર્ય, એનપીએ સાથે નિપટવા માટે બેડ બેન્ક બનાવા જવા પર સમર્થક રહ્યા છે.

જો કે આરબીઆઇ તરફથી વિરલ આચાર્યવી આ નિયુક્તિ માટે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. નોંધનીય છે કે ઉર્જિત પટેલના આરબીઆઇ ગવર્નર બન્યા બાદ ડેપ્યુટી ગવર્નરનું એક પદ ખાલી થઇ ગયું હતું. એ ખાલી પડેલા પદને ભરવા માટે આવેદન મંગાવવામાં આવ્યા હતાં. આ ખાલી પડેલા પદ માટે નાણાં મંત્રાલયને આશરે 90 આવેદન મળ્યા હતાં.

રઘુરામ રાજનના કાર્યકાળ ખતમ થયા બાદ ગત 5 સપ્ટેમ્બરે ઉર્જિત પટેલે નવા આરબીઆઇ ગરર્નર પદની જવાબદારી સંભાળી હતી. પટેલનો કાર્યકાળ 3 વર્ષનો છે. પટેલ ઘણા કોર્પોરેટ લીડર્સ અને બેંકર્સ સાથે કામ કરી ચુક્યા છે.

You might also like