‘ભારત બંધ’ વ્યાપકઃ બિહાર સહિત અનેક રાજ્યમાં હિંસા, તોડફોડ અને આગચંપી

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના વિરોધમાં આજે કોંગ્રેસના ભારત બંધ દરમિયાન બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, ઓડિશા, કર્ણાટક, ગુજરાત સહિત અનેક સ્થળોએ હિંસા અને તોડફોડની ઘટનાઓ બની હતી.

બંધની વ્યાપક અસર પણ જોવા મળી છે. પૂર્વ તટવર્તી રેલવે ઝોને ૧ર ટ્રેન રદ કરી હતી. મુંબઇમાં કોંગ્રેસ નેતા સંજય નિરુપમની અટકાયત કરવામાં આવી છે, તેમના પર પોલીસ સાથે ઝપાઝપી કરવાનો આરોપ છે.

બંધ દરમિયાન બિહારમાં હિંસક દેખાવો થયા હતા અને કેટલાંય સ્થળોએ આગચંપી અને પથ્થરમારાના બનાવ બન્યા હતા. બિહારમાં અનેક સ્થળોએ ટ્રેનો રોકવામાં આવી હતી. પટણામાં હિંસા આચરી રહેલા દેખાવકારોને વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસીઓને પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી.

બિહારના શેખપુરામાં બંધ સમર્થકોએ હાવરા-ગયા એકસપ્રેસ, નાલંદામાં શ્રમજીવી એકસપ્રેસ રોકી હતી. આરા સ્ટેશને વિક્રમશીલા એક્સપ્રેસ રોકવામાં આવી હતી. રાંચી-પટણા ઇન્ટરસિટી ટ્રેનને પણ જહાનાબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.

મુંબઇમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી હતી. મુંબઇમાં ભારત બંધ દરમિયાન દેખાવો કરી રહેલા કોંગ્રેસના નેતા સંજય નિરુપમ સહિત કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇના અંધેરી વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક ચવ્હાણના નેતૃત્વમાં લોકલ ટ્રેન રોકવામાં આવી હતી.

જ્યારે પરેલ વિસ્તારમાં દુકાનો બળજબરીપૂર્વક બંધ કરાવવામાં આવી હતી. પુણેમાં મનસેના કાર્યકરોએ બંધ દરમિયાન એક બસને આગ ચાંપી હતી.

બેગુસરાઇમાં બંધ સમર્થકોએ સ્ટેશન પર ટ્રેનો રોકીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોંગી કાર્યકરોએ પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન એક પોલીસકર્મીને પણ માર મારવામાં આવ્યો હતો. આ અથડામણમાં એક વ્યકિત ઘાયલ થઇ હતી. ઉજ્જૈનની દરગાહમંડી નજીક કોંગ્રેસી કાર્યકરોએ તોડફોડ કરી હતી.

ઉત્તર પ્રદેશના દેવરિયામાં કોંગ્રેસી કાર્યકરોએ બળજબરીપૂર્વ દુકાનો બંધ કરાવી હતી. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના ર૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. હાવડા રેલવે સ્ટેશન નજીક ડાબેરી સમર્થકો દ્વારા એક ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળના સાઉથ ર૪ પરગણામાં લક્ષ્મીકાંતપુરમાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ટ્રેનની ઇલેક્ટ્રિક લાઇનો પર કેળાંની છાલ ફેંકી હતી, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

આ તમામ કાર્યકરો દુર્ગાપુર રેલવે સ્ટેશનમાં બળજબરીપૂર્વક ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. છત્તીસગઢમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ સામે ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા હતા અને મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પૂર્વોત્તર રાજ્યમાં પણ ભારત બંધની વ્યાપક અસર જોવા મળી હતી.

ગુવાહાટીમાં કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ઊતરી આવીને વિરોધ દેખાવો કર્યા હતા. દ‌િક્ષણનાં રાજ્યમાં કેરળમાં સૌથી વધુ ભારત બંધની અસર જોવા મળી રહી છે. કેરળમાં મોટા ભાગની દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ છે અને રાજ્યએ બસ સેવાઓ પણ બંધ કરી દીધી છે.

પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવના વિરોધમાં કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. કોંગ્રેસે આ બંધમાં ૨૧ વિપક્ષી દળોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીપીઆઈના કાર્યકરોએ રસ્તા પર ઊતરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઓડિશાના સંબલપુરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટ્રેનો રોકી હતી. બિહારના દરભંગા અને જહાનાબાદમાં આરજેડીના કાર્યકરોએ રેલવે ટ્રેક અને અન્ય કેટલીક જગ્યાઓ પર આગ લગાવી દેતાં ભયના માહોલ ફેલાયો છે. મોતીહારિમાં નેશનલ હાઈવે-૨૮ જામ કરી દેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષના નેતાઓ-કાર્યકરોએ નવી દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને રામલીલા મેદાન સુધીની માર્ચનો પ્રારંભ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએ હોવાથી આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે તેવું કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ હવે રાહુલ યાત્રા પરથી પરત આવી ગયા છે અને તેમણે મોરચો સંભાળી લીધો છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની મોદી સરકારે છેલ્લા બાવન મહિનાઓમાં દેશના લોકોના ૧૧ લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે. ભાજપ સરકાર ચલાવવાના બદલે નફાખોર કંપની ચલાવી રહ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સમગ્ર દેશની જનતાને દઝાડનારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની ચર્ચા તો ઠીક તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો તે વાત શરમજનક છે.

એક તરફ આજે ‘ભારત બંધ’નું એલાન છે ત્યારે જ ફરીથી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં લોકોનો રોષ વધુ ફાટી નીકળ્યો છે. રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૨૨ પૈસા અને પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસાનો વધારો થયો છે.

divyesh

Recent Posts

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

2 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

2 hours ago

ખેડૂતો આનંદો…, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો

નર્મદા: મધ્યપ્રદેશનાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થયો છે. ઉપરવાસમાંથી 33249 ક્યુસેક પાણીની આવક…

3 hours ago

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

5 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

7 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

7 hours ago