Categories: Gujarat

કદમાં વધારો કરવાનો રૂપાણીનો પ્રયાસ

વિજય રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પોતાના કદમાં વધારો થાય તેવા પ્રયાસ કરતાં રહે છે. સવર્ણોને ૧૦ ટકા અનામતની જાહેરાત તેમના દ્વારા કરીને ભાજપ અને સરકારમાં તેમનું કદ વધ્યું હોવાનો અહેસાસ કરાવી દીધો છે. રાજકોટના રાજકારણથી પ્રદેશના રાજકારણમાં તેઓ સૌથી વધુ નસીબદાર બન્યા છે. થોડાં જ વર્ષોમાં તેઓ અનેક પદ તેઓ ભોગવી ચૂક્યા છે.

રૂપાણી પ્રદેશ પ્રવક્તા હતા ત્યારે મીડિયા સાથે તેમને સારો નાતો રહ્યો છે. મીડિયામાં સતત દેખાવું તેમને ગમે પણ છે. આથી જ હવે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ભાજપના પ્રવક્તાની ભૂમિકા પણ તેઓ જ ભજવી લે છે. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાનો પ્રવક્તા તરીકે ભૂમિકા ભજવવાનો વારો બહુ ઓછો આવે છે. સચિવાલયમાં ચર્ચા પણ શરૂ થઇ છે કે પહેલાં સરકારની વાત પ્રવક્તા નીતિન પટેલ અને સૌરભ પટેલ જ કરતા. રૂપાણી પ્રમુખ બન્યા બાદ હવે તેમને કોણ ના પાડી શકે. તાજેતરમાં મુખ્યમંત્રીએ જૈનોને લઘુમતીમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો તેની જાહેરાત પણ રૂપાણીએ પોતાના મંત્રીના નિવાસસ્થાને જ કરી દીધી. આથી સરકારના પ્રવક્તાઓ પણ હવે કામધંધા વગરના બન્યાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

કે.કૈલાશનાથનની સેવાઓ ફરી વધારવાના મુદ્દા પર કેન્દ્ર સહમત
રાજ્ય સરકારમાં પાવરફુલ અધિકારીઓમાં સૌથી ઉપર કે.કૈલાશનાથનનું નામ આવે છે. આમ તો તેઓ રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થઇ ગયા છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહના સૌથી પ્રિય અધિકારી ગણાતા હોવાથી તેમની સેવાઓ નિવૃત્તિ બાદ પણ ચાલુ જ રખાઈ હતી. હવે ૩૧ મેના રોજ ફરી એક વાર તેમની મુદત પૂરી થઇ રહી છે.

તેમની સેવાઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી સુધી લેવાશે તેવો વિશ્વાસ સમગ્ર આઇએએસ લોબી અને મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓને છે, કારણ કે મોદી દિલ્હી ગયા પછી તેઓ કડીરૂપ અધિકારી બન્યા છે. તેમને અમીત શાહની સૌથી વધુ નજીકના માનવામાં આવે છે. આથી જ ગૃહ વિભાગમાં માજી ગૃહપ્રધાન અમીત શાહનો દબદબો આજે પણ બરકરાર રહ્યો હોવાની સચિવાલયમાં ચર્ચા છે.

કે.કૈલાશનાથનથી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પણ અણગમો હોવાની ચર્ચા છે. મુખ્યમંત્રીની દરેક મૂવમેન્ટની જાણ આ અધિકારી દ્વારા જ દિલ્હી થતી હોવાથી મુખ્યમંત્રી મનેકમને તેમનો સ્વીકાર કરી રહ્યાં છે. સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત જે પ્રકારે અમીત શાહની હાજરીમાં કમલમ્ પરથી કરાઈ તેમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની હોવાની જાણ હવે મુખ્યમંત્રીને થતાં મુખ્યમંત્રીએ અસુરક્ષા અનુભવી રહ્યાની લાગણી નજીકના સર્કલમાં વ્યક્ત કરી હોવાની ચર્ચા છે. આથી જ તેમની સેવાઓમાં વધારો કરવા સમયે મુખ્યમંત્રી ચોક્કસ ભૂમિકા અદા કરે તો નવાઇ નહીં. જોકે આ મુદ્દે આખરી નિર્ણય દિલ્હીથી જ લેવાશે તેમાં કોઇ શંકા નથી.

બદલીમાં અધિકારીઓની સત્તાનું રાજકારણ
રાજ્ય સરકારે આખરે ૮૩ આઇએએસ અધિકારીઓની બદલીના ઑર્ડરો કર્યા. જોકે આ લીસ્ટ તૈયાર કરવામાં સીએમઓના સિનિયર અધિકારીઓને બાજુ પર રાખીને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પોતાનો પાવર બતાવ્યો હોવાની ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે. સામાન્ય રીતે આઇએએસ અધિકારીઓની બદલી-બઢતીમાં સીએમઓના ઉચ્ચ અધિકારીઓના હાથ ઉપર રહેતા હોય છે.

બદલીમાં ૧૯થી વધુ કલેક્ટર્સની પણ બદલી કરાઈ જેમાં મુખ્યમંત્રી દ્વારા રસ લેવાયો. આથી સીએમઓના અધિકારીઓને બાજુ પર રાખવા અને મુખ્યમંત્રીની સીધી દરમ્યાનગીરી કરાવવામાં મુખ્ય સચિવ સફળ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે તેના કારણે મુખ્ય સચિવ અને સીએમઓમાં બેઠેલા અધિકારીઓ વચ્ચે નારાજગી વધી હોવાની પણ ચર્ચા છે. આ નારાજગી મુખ્ય સચિવને જૂન માસમાં તેમની નિવૃત્તિ સમયે મુશ્કેલીમાં મૂકી શકે છે.

સત્તા માટે ભાજપ કશું પણ કરી શકે
ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે ભાજપે અપનાવેલી રીતિનીતિની આકરી ટીકા થઇ. પ્રદેશથી કેન્દ્ર સુધી સત્તા હાંસલ કરવા ભાજપ કાંઈ પણ કરી શકે છે તેવી હવે કાર્યકરોને પણ ખબર પડી ગઇ છે. આથી કાર્યકરો પણ પદ હાંસલ કરવા કોઇ પણ રીત અપનાવે છે, જેનો ખરાબ અનુભવ ભાજપના પ્રદેશ સંગઠનને થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પ્રવીણ પટેલ પુનઃ ભાજપમાં આવતા તેઓને મેયર બનાવાયા.

આથી પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીના નિવાસે યોજાયેલી બેઠકમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર મનુ પટેલે સંગઠનને ખુલ્લી ધમકી આપી હતી કે, જો પ્રવીણ પટેલ ભાજપમાં આવે અને તમે તેને મેયર બનાવી દેતા હોય તો હું પણ કોંગ્રેસમાં જઇને મેયર બની શકું છું. આથી જ પ્રદેશ ભાજપે સંનિષ્ઠ કાર્યકર અને પૂર્વ શહેર પ્રમુખ નીતિન પટેલ અને પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિક પટેલને બાજુ પર રાખીને મનુ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફરજિયાત બનાવવા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હિતલ પારેખ

admin

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

15 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

15 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

16 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

17 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

17 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

18 hours ago