Video: રાજ્યપાલે રૂપાણીને CM તરીકે શપથ લેવડાવ્યા, મંચ પર PM સહિતના દિગ્ગજો હાજર

આજે ચૂંટણીના પરિણામ બાદ રાજ્યમાં શપથવિધિ સમારોહ થવા જઈ રહ્યો છે. સવારના મૂર્હુતમાં શપથવિધિ સમારોહ યોજાશે. આજે રાજકોટમાં બહુમતીથી જીતેલા વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ લેતા પહેલા રૂપાણી ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ અને અક્ષરધામ મંદિરના દર્શને જશે. મહેસાણાથી જીતેલા પાટીદાર નેતા નીતિન પટેલ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

છેલ્લા ઘણા દિવસથી શપથવિધિ સમારોહની તૈયારીઓ સરદાર સ્ટેડિયમમાં ચાલી રહી હતી. આજે શપથવિધિ સમારોહ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થશે. રેન્જ IG, SP સહિત 3000 પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે શપથવિધિ સમારોહ આરંભ થશે.

જાણો પળેપળની ખબર Live-
– PM મોદીનું એરપોર્ટ પર દિગ્ગજોએ કર્યું સ્વાગત
– PM મોદીએ એરપોર્ટથી રાજભવન સુધી કર્યો રોડ શૉ
– મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા
– અડવાણી, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે એરપોર્ટ પહોંચ્યા
– મંચ પર અડવાણી, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ, પુરુષોત્તમ રૂપાલા હાજર
– રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા
– નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
– ગણપત વસાવા, આર.સી.ફળદુ, સૌરભ પટેલે લીધા શપથ

જુઓ શપથવિધિ સમારોહ Live:

રૂપાણી સરકારમાં કોને સ્થાન?
રૂપાણી સરકારમાં 19 મંત્રીઓને સ્થાન મળશે. જેમાંથી 9 કેબિનેટ મંત્રીઓ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓ રહેશે.ટીમ રૂપાણીમાં 6 પાટીદાર નેતાઓને, 3 ક્ષત્રિય, 2 આદિવાસી અને 1 દલિત ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ મંત્રીમંડળમાં અમદાવાદના 3 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે.

રૂપાણીના મંત્રીમંડળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નારણપુરાના કૌશિક પટેલ, વટવાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, દિલીપ ઠાકોર, જેતપુરના જયેશ રાદડિયા, પરસોત્તમ સોલંકી, અંજારના ધારાસભ્ય વાસણ આહિર, સુરતના કુમાર કાનાણી, ભાવનગરના વિભાવરીબેન દવેને મંત્રી પદમાં સમાવાશે. આ ઉપરાંત સૌરભ પટેલ, બચુ ખાબડ, થરાદના ધારાસભ્ય પરબત પટેલ, બારડોલીના ઈશ્વર પરમાર, અંકલેશ્વરના ઈશ્વર પટેલ, રમણ પાટકર, ગણપત વસાવા અને હાલોલના જયદ્રથસિંહ પરમાર મંત્રી પદના શપથ લેશે.
PM મોદી એરપોર્ટ પહોંચ્યા, Live Video:

જાણો શપથવિધિ વિશે અન્ય સમાચારઃ
શપથવિધિ પહેલા રૂપાણી પંચદેવ-અક્ષરધામના દર્શનાર્થે ગયા
શપથવિધિ સમારોહમાં દિગ્ગજો સામેલ, મળશે શાહી ભોજનની મિજબાની, જાણો મેનુ

You might also like