Categories: India

EDએ જપ્ત કર્યું માલ્યાનું 100 કરોડનું ફાર્મ હાઉસ

નવી દિલ્હીઃ પ્રવર્તમાન નિદેશાલય (ED)એ ગુરૂવારે વિજય માલ્યાનું 100 કરોડનું ફાર્મ હાઉસ જપ્ત કરી લીધું છે. જપ્ત કરવામાં આવેલ ફાર્મ હાઉસ લગભગ 18 એકરમાં ફેલાયેલ છે. ઇડીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સમુદ્ર કિનારાથી 15 એકરમાં ફેલાયેલ માંડવા ફાર્મ હાઉસને મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત અસ્થાયિ રીતે જપ્ત કરી લીધું છે. આ પહેલાં અહીં રહેનારા લોકોને 25 એપ્રિલ સુધીમાં જગ્યા ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે માંડવા ફાર્મ્સ પ્રા. લિ. અસ્થાયી જપ્તી વિરૂદ્ધ અપીલ કરી છે. પરંતુ અપીલને નકારવામાં આવી છે. ઇડીએ નિવેદન આપ્યું છે કે ગુરૂવારે મુંબઇ કાર્યલયની એક ટીમે વિજય માલ્યાના ફાર્મ હાઉસ પર જપ્તીની નોટિસ ચોટાડી દીધી છે. તેથી હવે આ ફાર્મહાઉસ પર ઇડીનો કબ્જો રહેશે.

મહારાષ્ટ્રના રાયગઢમાં અલીબાગની આ સંપત્તિની રજિસ્ટર કિંમત 25 કરોડ દર્શાવવામાં આવી છે. જ્યારે તેનું બજાર મૂલ્ય 100 કરોડ રૂપિયાથી વધારે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીની મની લોડરિંગ કોર્ટે માલ્યાને યૂબી ગ્રૂપની 1411 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવા માટે લીલી ઝંડી આપી હતી. આ પહેલાં ઇડીએ માલ્યાની એક હજાર 620 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

3 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

4 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

5 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

5 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

7 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

8 hours ago