આ ફિલ્મ માટે વિદ્યા ૪૦ વાર રિજેક્ટ થઈ હતી, 17 વખત મેકઅપ કર્યો હતો

સુંદર હાસ્ય, શાનદાર અભિનય અને અલગ અંદાજ માટે જાણીતી વિદ્યા બાલનને આજે કોઇ પરિચયની જરૂર નથી. બહુ ઓછા લોકો જાણે છે કે એક્ટિંગમાં એક અલગ ઓળખ બનાવી ચૂકેલી વિદ્યા પહેલી ફિલ્મ માટે ૪૦ વાર રિજેક્ટ થઇ હતી. વિદ્યાને પહેલી ફિલ્મ મેળવવા માટે સખત મહેનત કરવી પડી હતી. તેને પહેલો રોલ ૪૦ સ્ક્રીન ટેસ્ટ અને ૧૭ મેકઅપ શૂટ્સ બાદ મળ્યો હતો.

ર૦૧૧ની ધમાકેદાર ફિલ્મ ‘ડર્ટી પિકચર’માં વિદ્યા પોતાની બોલ્ડનેસ માટે ખૂબ જ ચર્ચામાં રહી તો બીજી તરફ તેણે બ્લોકબસ્ટર ફિલ્મ આપી દીધી. ૧૩ વર્ષની ફિલ્મી કરિયરમાં તેને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. તાજેતરમાં રિલીઝ ‘તુમ્હારી સુલુ’માં પણ તેના પાત્રને ખૂબ જ પસંદ કરાયું.

વિદ્યાએ ૧૬ વર્ષની ઉંમરમાં જ નાના પરદાથી એક્ટિંગની શરૂઆત કરી લીધી હતી. હાલમાં જ વિદ્યાએ સાગરિકા ઘોષના ઇન્દિરા ગાંધી પર લખાયેલા પુસ્તકના અધિકાર ખરીદ્યા છે. વિદ્યાએ જણાવ્યું કે તેની ખૂબ જ ઇચ્છા છે કે તે પરદા પર ઇન્દિરા ગાંધીનો રોલ ભજવે, જોકે તેણે હજુ એ કહ્યું નથી કે આ ફિલ્મ હશે કે વેબ સિરીઝ. તેણે કહ્યું કે કોઇ પણ રીતે હું ઇન્દિરા ગાંધીની ભૂમિકા જરૂર ભજવીશ.
a
સાગરિકાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું કે મેં વિદ્યા અને રોય પ્રોડક્શન સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. હવે મને ઇન્દિરાને પરદા પર જોવાની રાહ છે. હજુ વિદ્યા તરફથી આ વાતને સમર્થન મળ્યું નથી. ગયું વર્ષ વિદ્યા માટે ખૂબ જ સારું રહ્યું. ગયા વર્ષે રિલીઝ વિદ્યાની બે ફિલ્મો ‘બેગમજાન’ અને ‘તુમ્હારી સુલુ’માંથી કોઇ બહુ હિટ ભલે ન રહી, પરંતુ ‘તુમ્હારી સુલુ’માં વિદ્યાના કામનાં ખૂબ વખાણ થયાં. તેને ફિલ્મ ફેરનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો. •

You might also like